વિશ્વના પાંચમા સૌથી મોટા રિટેલ જ્વેલરી ગ્રુપ અને જવાબદાર જ્વેલરી બ્રાન્ડ તરીકે ઓળખાતી મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે નાણાંકીય વર્ષ 2026-27 માટે રૂ. 200 કરોડની સીએસઆર પહેલની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં સ્થિત ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી.
સીએસઆર પહેલના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાને દેશભરમાં 33,000 વિદ્યાર્થિનીઓ માટે શૈક્ષણિક શિષ્યવૃત્તિના વિતરણનો શુભારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ.પી. અહમદ, મેનેજિંગ ડિરેક્ટર -ઈન્ડિયા ઓપરેશન્સ શ્રી ઓ. અશેર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ શ્રી નિશાદ એ.કે. અને શ્રી અબ્દુલ્લા ઇબ્રાહિમ, કેરળ હાઉસ રેસિડન્ટ કમિશનર શ્રી પુનીત કુમાર. આઈએએસ, પ્રથમના સીઈઓ શ્રીમતી ઋક્મિની બેનર્જી અને થનલના ચેરમેન ડો. ઇદ્રીસ સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા.
