AM/NS ઈન્ડિયામાં મોટો ફેરફાર: દિલીપ ઓમન નિવૃત્ત, અમિત હરલાલકા નવા CEO બનશે

1 જુલાઈથી સંભાળશે જવાબદારી, ઓમન વાઇસ-ચેરમેન તરીકે નવી ભૂમિકામાં, કંપની સાથે જોડાણ રહેશે યથાવત

સીઈઓ તરીકે દિલીપ ઓમને લાંબા સમય સુધી નેતૃત્વ આપ્યા બાદ હવે AM/NS ઈન્ડિયામાં ટોચના સ્તરે મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. કંપનીએ જાહેરાત કરી છે કે વર્તમાન સીઈઓ ઓમન 30 જૂને નિવૃત્ત થશે. તેઓ છેલ્લા 22 વર્ષથી કંપની સાથે જોડાયેલા રહ્યા છે, જેમાં અગાઉની એસ્સાર સ્ટીલનો સમયગાળો પણ સામેલ છે. નિવૃત્તિ બાદ પણ ઓમનનો કંપની સાથેનો સંબંધ યથાવત રહેશેમ તેમને આર્સેલર મિત્તલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના વાઇસ-ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ તેઓ અખ/ગજ ઈન્ડિયાના બોર્ડ સભ્ય તરીકે પણ કામગીરી ચાલુ રાખશે. કંપનીએ અમિત હરલાલકાને નવા સીઇઓ (ઈઊઘ) તરીકે નિમણૂંક કર્યા છે, જે 1 જુલાઈથી કાર્યભાર સંભાળશે. હરલાલકા હાલ કંપનીમાં સીએફઓ (ઈઋઘ) તરીકે કામગીરી બજાવી રહ્યા છે અને ડિસેમ્બર 2019થી અખ/ગજ ઈન્ડિયા સાથે જોડાયેલા છે. તે પહેલાં તેઓ આર્સેલર મિત્તલના વિવિધ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં મહત્વની ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે.
હરલાલકાએ પોતાના કારકિર્દીની શરૂઆત હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ સાથે કરી હતી. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા પાસેથી સીએ છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગલોર માંથી ફાઈનાન્સમાં એમબીએ કરી ચૂક્યા છે. તેમને આર્સેલર મિત્તલ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીના સભ્ય તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ