લેબ ટેસ્ટીંગમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરાતું પાણી ફેઇલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટિંગ બાદ અહીંના મોટાભાગના સેમ્પલો ફેઈલ જતા આ પાણી પીવા લાયક ન હોવાનું સામે આવ્યું હતું.
આરોગ્ય વિભાગના આ પત્રને અનુલક્ષીને ખંભાળિયા શહેર તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અહીંના પ્રાંત અધિકારી અને નગરપાલિકાના વહીવટદારને આવતીકાલે સોમવારે સવારે 11 વાગ્યે એક લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવશે. જેમાં વિવિધ આક્ષેપો સાથે આ અંગે તાત્કાલિક પગલાં લેવા તેમજ લડત ચલાવવાના આહવાન વચ્ચે સવારે 11 વાગ્યે અહીંના જોધપુર ગેઈટ પાસેથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ નગરજનો દ્વારા એકત્ર થઈને નગરપાલિકાના વહીવટદારને સવિસ્તૃત લેખિત રજૂઆત કરનાર છે.
