રાણપુરમાં ‘મનકી બાત’ થકી પીએમને લાઇવ સાંભળતા કાર્યકર્તાઓ

સંબોધન સહીત ટિફીન બેઠક પણ યોજાઇ

બોટાદ જીલ્લાના રાણપુરની સી. એસ. ગદાણી હાઇસ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’મન કી બાત’ કાર્યક્રમના 132મા એપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભી, રાણપુર શહેર પ્રમુખ મનસુખભાઈ મેર, બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન કેશુભાઈ પંચાળા, રાણપુર શહેર પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પંડ્યા, રાણપુર શહેર મહામંત્રી નરેશભાઈ જાંબુકિયા અને અરૂણભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, બોટાદ જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંજયભાઈ ગદાણી, બોટાદ જિલ્લા કિસાન મોરચાના કોષાધ્યક્ષ જગદીશભાઈ જાંબુકિયા, બોટાદ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ઈકબાલભાઈ પાયક (લક્કડ શેઠ), બોટાદ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી અજયભાઈ મકવાણા, બોટાદ જિલ્લા લઘુમતી મોરચાના મંત્રી ગનુભા પરમાર પણ હાજર રહ્યા હતા. ભાજપના વરિષ્ઠ આગેવાન ડો. ધારાબેન ત્રિવેદી, જયશ્રીબેન પાટડીયા, બીસુબા પરમાર, રાણપુર યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ પાટડીયા, મહિલા મોરચાના પ્રમુખ ઇલાબેન શાહ, લઘુમતી મોરચાના પ્રમુખ આસિફ ખાન તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બોટાદ જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભીએ ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંગઠનને વધુ મજબૂત બનાવવાની, જનસંપર્ક વધારવાની અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં સક્રિય ભાગીદારી નિભાવવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ સી. એસ. ગદાણી હાઇસ્કૂલ ખાતે જ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કાર્યકર્તાઓએ આપસી વિચારવિમર્શ કર્યો, સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભાવિ કાર્યક્રમોની રૂપરેખા અંગે મંતવ્યો વ્યક્ત કર્યા. આ સમગ્ર કાર્યક્રમ સફળ, પ્રેરણાદાયી અને સંગઠનને વધુ સશક્ત બનાવનાર સાબિત થયો હતો..

રિલેટેડ ન્યૂઝ