ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં બેઝિક ઇંગ્લીશ અને રીડીંગ સ્કીલ અંગે વ્યાખ્યાન યોજાયા

નિષ્ણાંતો દ્વારા છાત્રોના સવાલોના જવાબ અપાયા

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ઉદિશા કલબ અંતર્ગત તારીખ 27/03/2026 અને 28/03/2026 ના રોજ કોલેજના સેમિનાર હોલ ખાતે એ.એમ.પી.લો. કોલેજ, રાજકોટના આચાર્ય કે.કે.બુધ્ધભટ્ટી અને સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ,ખંભાળીયાના આચાર્ય ડો.પી.આર.ચૌહાણના વ્યાખ્યાનોનું આયોજન કરવામાં કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમની શરૂઆતમાં બંને આચાર્યનું શાબ્દિક સ્વાગત અને પરિચય ડો.એસ.આર.ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું બાદ બંને વક્તાઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રથમ સેશનમાં સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ,ખંભાળીયાના આચાય ડો.પી.આર.ચૌહાણ દ્વારા 10.00 થી 11.30 દરમ્યાન વિદ્યાર્થીઓને બેઝિક ઇંગ્લિશની વિશિષ્ટ વિશેષતાઓ વિશે એક ગહન અને રોચક વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું. તેમના વ્યાખ્યાનના અંતે ઉદિશા સમિતિના સભ્ય ડો. ભાવેશ બી. કાછડીયા દ્વારા વક્તાનો આભાર વ્યક્ત વ્યક્ત કરવામાં આવ્યો હતો.બીજા સેશનમાં એ.એમ.પી.લો. કોલેજ, રાજકોટના આચાર્ય કે.કે.બુધ્ધભટ્ટી દ્વારા દરમ્યાન વિદ્યાર્થિઓને બેઝિક ઇંગ્લિશની વર્તમાનમાં આવશ્યકતાઓની વિશે વ્યાખ્યાન આપેલું હતું.
તારીખ 28/03/2026ના રોજ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ,ખંભાળીયાના આચાર્ય ડો.પી.આર.ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને રીડિંગ સ્કિલ વિશેની જુદી જુદી ટેકનિક્સ વિશે જણાવવામાં આવ્યુ હતું અને વિધાર્થિઓને ઉદભવતા જુદા જુદા પ્રશ્ર્નોના જવાબ પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા. આ વ્યાખ્યાનના અંતે પ્રો. એ.આર.પુંજાણી દ્વારા વક્તાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ઉપરોક્ત વક્તવ્યનું સમગ્ર આયોજન આચાર્ય ડો. પરેશ એન. રાવલના માર્ગદર્શન હેઠળ ઉદિશા સમિતના કો-ઓર્ડીનેટર ડો. ધર્મેશ આર. પરમાર દ્વારા કરવામાં આવ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ