તા.૨૬ એપ્રિલે ઇવીએમથી મતદૃાન અન્ો ૨૮મીએ મતગણતરી: આચારસંહિતા અમલી
મુખ્ય ચૂંટણી અધિકારીએ ૯૯૯૨ બ્ોઠકો અંગ્ો કરી જાહેરાત:૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા ૩૪ જિલ્લા પંચાયત અન્ો ૪૦ તાલુકા પંચાયતોની યોજાશે ચૂંટણી
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દૃીધી છે. આ જાહેરાત મુજબ, ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની કુલ ૯૯૯૨ બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલના રોજ ઈફસ્ થી મતદૃાન યોજાશે અને ૨૮ એપ્રિલે મતગણતરી થશે. આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદૃર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી ંર્મ્ઝ્ર અનામત લાગુ થયા બાદૃ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદૃાજિત ૪ કરોડ ૧૮ લાખથી વધુ મતદૃારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા ૩૦ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દૃેવામાં આવશે.
આ વખતે સમગ્ર રાજ્યમાં કુલ ૯૯૯૨ બેઠકો માટે ઉમેદૃવારો મેદૃાનમાં ઉતરશે.
મહાનગરપાલિકા (મનપા): જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની ૧૫ મનપાની કુલ ૧૦૪૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.
નગરપાલિકા: ૭ નવી નગરપાલિકાઓના ઉમેરા સાથે કુલ ૮૪ નગરપાલિકાની ૨૬૨૪ બેઠકો માટે મતદૃાન થશે.
જિલ્લા પંચાયત: ૩૪ જિલ્લા પંચાયતની ૧૦૯૦ બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં ૨૪ જિલ્લા પંચાયતોની હદૃમાં (સીમાંકનમાં) ફેરફાર કરાયો છે, જ્યારે ૯ માં કોઈ ફેરફાર થયો નથી.
તાલુકા પંચાયત: ૨૬૦ તાલુકા પંચાયતની ૫૨૩૪ બેઠકો પર ચૂંટણી યોજાશે. ૧૦૯ તાલુકા પંચાયતમાં માત્ર રોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પણ ૫૩ તાલુકા પંચાયતોના સીમાંકન બદૃલવામાં આવ્યા છે.
આ ચૂંટણી ૧૭ ફેબ્રુઆરીની ડ્રાટ યાદૃી અને જીૈંઇ ની નવી ડ્રાટ યાદૃી મુજબ યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના ડેટા પ્રમાણે:
રાજ્યમાં નોંધાયેલા કુલ ૪ કરોડ ૪૦ લાખ મતદૃારોમાંથી ૪ કરોડ ૧૮ લાખ ૮૭ હજાર મતદૃારો મતદૃાન કરવા માટે સત્તાવાર રીતે લાયક છે.
કુલ મતદૃારોમાં ૨ કરોડ ૧૬ લાખ પુરુષો અને ૨ કરોડ ૨ લાખ મહિલા મતદૃારો છે.
જો વિસ્તાર પ્રમાણે જોઈએ તો, મનપા વિસ્તારોમાં ૧.૧૦ કરોડ, નગરપાલિકા વિસ્તારોમાં ૩૩.૬૬ લાખ અને તાલુકા-જિલ્લા પંચાયતના વિસ્તારોમાં ૨.૭૫ કરોડ મતદૃારો મતદૃાન પ્રક્રિયામાં ભાગ લેશે.
ગુજરાત સરકારે હાલમાં જે ૮ નવી નગર પાલિકાને મહા નગરપાલિકાનો દૃરજ્જો આપ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદૃાન પ્રક્રિયા હાથ ધરાશે.
જેમાં આણંદૃ-કરમસદૃ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદૃ, નવસારી, પોરબંદૃર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદૃલાયા બાદૃ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી ર્(ંમ્ઝ્ર) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદૃ અમલી બનેલી નવી જોગવાઈઓ મુજબ, આ વખતે જિલ્લા પંચાયત પ્રમુખની ૭ બેઠકો ંર્મ્ઝ્ર માટે અનામત રાખવામાં આવી છે. આ નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદૃત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સીમાંકન અને અનામતના પ્રશ્ર્નોને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. હાલમાં આ સંસ્થાઓમાં વહીવટદૃારો કાર્યરત છે. હવે ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને લોકશાહી ઢબે નવા જનપ્રતિનિધિઓની પસંદૃગીનો માર્ગ મોકળો થશે.
૬ એપ્રિલ: ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદૃવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે
૧૧ એપ્રિલ: ઉમેદૃવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
૧૩ એપ્રિલ: ઉમેદૃવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે
૧૫ એપ્રિલ: ઉમેદૃવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ
૨૬ એપ્રિલ: સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદૃાન યોજાશે
૨૭ એપ્રિલ: જો કોઈ કારણસર જરૂર પડે તો પુન: મતદૃાન (રી-પોિંલગ) થશે
૨૮ એપ્રિલ: તમામ બેઠકો માટે મતગણતરી અને પરિણામ
