એથ્લેટિક્સ નેશનલ ઓપન રિલે મિક્સ અંડર-20 ચેમ્પયનશિપ સ્પર્ધાનું આયોજન ચંડીગઢ મુકામે ગત તા. 26 થી 29 માર્ચના રોજ થયેલ હતું. આ સ્પર્ધામાં દેશનાં જુદા-જુદા રાજયમાંથી બહોળી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી અમરેલીની જાણીતી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડી નકુમ માર્ગીબેન એ 4સ400 મીટર રિલે ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કરીને કાંસ્ય પદક જીતીને ગૌરવપૂર્ણ ક્ષણરૂપ સિદ્ધિમાં ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ સાબિત કર્યું છે. કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ ખેલાડી, તેમજ કોચ વ્યાસ મિલનભાઈ અને ટ્રેનર બાંભણીયા પૂજાબેન અને પાટડીયા વૈશાલીબેનને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.
રિલેટેડ ન્યૂઝ
-
ખેડુતોએ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવુ જોઇએ: મુખ્યમંત્રી
અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે રાજુલાના દેવકામાં છાત્રાલય-ભોજનાલયનું લોકાર્પણ:... -
સિંચાઈની જમીન પર હોર્ડિંગને મંજૂરી કોણે આપી? અમરેલીમાં ભયજનક ગોળાઈ ઉપર હોર્ડિંગની માયાજાળથી દૂર્ઘટનાને આમંત્રણ
અકસ્માત સર્જાય તે પહેલા હોર્ડિંગ હટાવો અમરેલી શહેરમાં વહીવટીતંત્રની નિષ્ક્રીયતા અને જનતાની સહન શકિતનાં અભાવે ગમે... -
બગસરામાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલ આઇકોનીક રોડ પર અંધારપટ
અનેક વખત સ્થાનિક લોકો દ્વારા રજુઆત છતાં તંત્રના આંખ આડા કાન બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ રોડ...
