ક્રુડ ઓઇલમાં ભડકો ૭ ટકા વધીન્ો ૧૦૭.૧૩ ડોલરે પહોંચ્યુ
સ્ોન્સ્ોક્સ પ્રારંભિક તબક્કે ૧૫૮૮ પોઈન્ટ ત્ાૂટ્યા બાદૃ ‘ગ્રીન ઝોનમાં આવી ૧૮૫ પોઇન્ટનો ઉછાળો
મુંબઇ શેરબજારમાં આજે ફરી કડાકો સર્જાયા બાદ ઇન્ટ્રા-ડે જોરદાર રીકવરી આવી ગઇ હતી અને સમગ્ર દિવસ દરમિયાન ઉથલપાથલનો માહોલ રહ્યો હતો. સોના-ચાંદીમાં જો કે ગાબડા પડ્યા હતા જ્યારે ક્રુડતેલ સળગ્યું હતું.
મધ્ય પૂર્વના યુધ્ધ વિશે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના સંબોધન પર મીટ હતી તેઓ યુધ્ધ ખત્મ કરવાની જાહેરાત કરશે તેવી અટકળોથી વિપરીત ઇરાનને ખત્મ કરવાનું જ એલાન કરતા માર્કેટ ધસી પડ્યું હતું. ટ્રમ્પની આ જાહેરાતથી યુધ્ધમાં આવતા દિવસો વધુ ભારે અને વિનાશકારી બનવાની આશંકાથી ગભરાટ ઉભો થયો હતો અને તેની અસરે બજાર મંદીમાં ધકેલાઇ ગયું હતું. એશિયન બજારોમાં પ્રચંડ કડાકા વચ્ચે ભારતીય માર્કેટ પણ ગેપડાઉન જ ખુલ્યું હતું અને સતત વેચવાલીના મારા વચ્ચે વધુને વ ધુ નીચે સરકવા લાગ્યું હતું. વિદેશી નાણાં સંસ્થાઓએ આક્રમક વેચવાલીનો દોર જારી રાખતા તથા ક્રૂડતેલમાં વધુ તેજી સર્જાતા ગભરાટ વકર્યો હતો. જો કે બપોરે એકાએક માહોલ બદલાયો હતો. નીચા મથાળે જોરદાર લેવાલીનો દોર શરુ થયો હતો. નાણાં સંસ્થાઓ તથા મ્યુચ્યુઅલ ફંડો પણ જંગી માત્રામાં ખરીદી કરવા લાગતા માર્કેટ સડસડાટ રિકવર થવા લાગ્યું હતું અને એક તબકકે તો ગ્રીનઝોનમાં પણ આવી ગયું હતું. ત્યારબાદ ફરી નીચે સરકીને સામાન્ય ઘટાડો સુચવતું હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધની સમાપ્તિના આશાવાદ પર ટ્રમ્પે પાણી ફેરવી દેતા ગભરાટ સર્જાયો હતો. હવે યુદ્ધ કેટલું ખતરનાક બને છે અને કેવા વળાંક આવે છે તેના પર ટ્રેન્ડ નકકી થશે. શેરબજારમાં આજે કોફોર્જ, પેઇજ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, એચસીએલ ટેકનો સહિતના શેરોમાં સુધારો હતો. જ્યારે એસઆરએફ, અંબર એન્ટરપ્રાઇઝ, રીલાયન્સ, શભશભશ બેંક, સ્ટેટ બેંક, વોડાફોન, યશ બેંક, સુઝલોન, એલજી ઇલેક્ટ્રોનીક, ક્રીસીલ સહિતના અનેક શેરોમાં ઘટાડો રહ્યો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 46 પોઇન્ટના ઘટાડાથી 73087 હતો તે ઉંચામાં 73255 તથા નીચામાં 71545 હતો. નિફટી 22 પોઇન્ટના ઘટાડાથી 22657 હતો તે ઉંચામાં 22706 તથા નીચામાં 22182 હતો. સોના-ચાંદી પણ તૂટ્યા હતા. યુધ્ધ વધુ વકરવાના એંધાણને કારણે નવી લેવાલી ઠપ્પ થવાની સામે સ્ટોક વેચાવા આવ્યો હોવાનું મનાતું હતું. વિશ્ર્વ બજારમાં સોનુ 154 ડોલર ગગડીને 4630 ડોલર હતું. એક તબકકે 200 ડોલર જેટલું ઘટી ગયું હતું.
સીએનજી-પીએનજીના ભાવમાં વધારાની ત્ૌયારી
કેન્દ્ર સરકારે એક અચાનક નિર્ણયમાં ઘરેલું ગેસના ભાવમાં વધારો કર્યો છે. એડમીનીસ્ટ્રીટીવ પ્રાઇઝ મીકેનીઝમ હેઠળ સરકારી કંપની ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયા લી. દ્વારા જે ભારતમાં જ કુદરતી ગેસનું ઉત્પાદન કરાય છે. તેના ભાવમાં 6.75 ડોલર પ્રતિ મીલીયન બ્રીટીશ થર્મલ યુનિટમાંથી 7 ડોલર કરવામાં આવ્યો છે અને તેને કારણે આગામી દિવસોમાં પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. સરકાર ઘરઆંગણેથી ઉત્પન્ન થતાં ગેસના ભાવ દર ચાર માસમાં ફેરફાર કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભાવ વધારો થયો છે તેની સરખામણીમાં હવે ઘરેલું ગેસ પણ બની રહ્યો છે અને તેને કારણે આગામી દિવસોમાં વાહનો માટે વપરાતા સીએનજી અને ઘરેલું પાઇપલાઇન મારફત પહોંચાડાતા પીએનજીના ભાવ વધી શકે છે.
