ગલ્ફમાંથી સ્વદૃેશ પરત ફરતા ભારતીયોની સંખ્યામાં પણ વધારો
અમેરિકા-ઇઝરાયેલ અન્ો ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધ અન્ો મિડલ ઇસ્ટના વધતા તણાવન્ો કારણે ખાડી દૃેશોની અર્થવ્યવસ્થા પર માઠી અસર
વધુ સારા પગાર અને ઉજ્જવળ ભવિષ્યની આશાએ અરબ દૃેશોમાં ગયેલા લાખો ભારતીયો માટે ૨૦૨૬નું વર્ષ મુશ્કેલ સાબિત થઈ રહૃાું છે. અમરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત ચાલતા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ખાડી દૃેશોની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. જેના કારણે અંદૃાજે ૮૦ થી ૯૦ લાખ ભારતીય પ્રવાસીઓ પર નોકરી ગુમાવવાનું જોખમ તોળાઈ રહૃાું છે, જેના કારણે ભારત પરત ફરતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહૃાો છે.
ખાડી દૃેશોમાં ભારતીયોની સ્થિતિ અને પડકારો – ખાડી દૃેશો એટલે કે યુનાઇટેડ આરબ અમિરાત (ેંછઈ), સાઉદૃી અરેબિયા, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીન જેવા દૃેશો ભારતીય કામદૃારો માટે રોજગારનું સૌથી મોટું કેન્દ્ર છે. પરંતુ વર્તમાન ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિએ આ લાખો લોકોના જીવનમાં અનિશ્ર્ચિતતા લાવી દૃીધી છે. એક અંદૃાજ મુજબ, ખાડી દૃેશોમાં હાલમાં ૮૦ થી ૯૦ લાખ ભારતીયો વસે છે. આ વિશ્ર્વના કોઈ પણ એક ક્ષેત્રમાં ભારતીય પ્રવાસીઓની સૌથી મોટી સંખ્યા છે. આમાં મજૂર, ડ્રાઈવર અને ટેકનિશિયનથી લઈને ડોક્ટર, એન્જિનિયર અને મેનેજર જેવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે.
કયા સેક્ટરમાં સૌથી વધુ ભારતીયો? – ખાડી દૃેશોમાં ભારતીયોની વસ્તી વિવિધ ક્ષેત્રોમાં વહેંચાયેલી છે, પરંતુ સૌથી વધુ સંખ્યા બાંધકામ સેક્ટરમાં છે. યુદ્ધના લીધે અનેક બાંધકામ પ્રોજેક્ટ્સ અટવાને લીધે હાલ આ ક્ષેત્રના લાખો ભારતીયો સામે મોટી છટણી થવાનું જોખમ છે.
