વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ગુસ્સામાં છે અને તેઓએ હવે એટર્ની જનરલ પામ બોન્ડીને તાત્કાલીક હોદા પરથી દુર કર્યા છે. તેઓએ ગઈકાલે આ આદેશ આપ્યો હતો. ટ્રમ્પ તેમના કામકાજથી નારાજ હતા. ખાસ કરીને જે રીતે ટ્રમ્પને પણ બદનામ કરનાર એપસ્ટીન ફાઈલનો વિવાદ થયો તેમાં એટર્ની જનરલની કામગીરીથી ટ્રમ્પ નારાજ છે. જો કે ટ્રમ્પે પામ બોન્ડીની કામગીરી ખાસ કરીને દેશમાં ક્રાઈમ રેટ ઘટાડવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી છે અને દેશમાં હત્યા 1900ના વર્ષ પછી સૌથી ઓછી નોંધાઈ હોવાનું જણાવ્યુ છે. ટ્રમ્પે તેમને વફાદાર સાથી પણ ગણાવ્યા હતા અને હવે તેઓ હવે ખાનગી ક્ષેત્રમાં કામ કરશે તેવું જણાવ્યું હતું. ટ્રમ્પ એપસ્ટીન ફાઈલ મુદે તેમના વિરોધી અને ટિકાકારો સામે ફોજદારી મુકદમા દાખલ કરવા માંગતા હતા પણ એટર્ની જનરલ બહું ધીમે આગળ વધતા હોવાનું ટ્રમ્પે મહેસુસ કર્યુ હતું.
રિલેટેડ ન્યૂઝ
-
અમેરિકા-ઈઝરાયલનાં હુમલામાં 90 હજાર નાગરિક સ્થળો પ્રભાવિત
બે હજારથી વધુ લોકોનાં મોત થયા: ઈરાનનો દાવો ઈરાનનો દાવો છે કે નુકસાન ખૂબ મોટું છે.... -
એમેઝોન બાદ ઓરેકલ ડેટા સેન્ટર પર હુમલો હવે ટેકનોલોજી પર એટેક: ડીજીટલ બ્લેકઆઉટનો ખતરો
અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચેના યુધ્ધમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર-ડીજીટલ ક્ષેત્રને નિશાન બનાવવાનું શરૂ થતાં ઇન્ટરનેટ સેવા પર વધતું જોખમ... -
ચીનમાં પ્રાણીઓમાં એક નવા રોગનું સંક્રમણ ફેલાતા અનેકના મોત
સરહદૃી પ્રાંતોમાં નિયંત્રણ કડક બનાવાયા અસરગ્રસ્ત ક્ષેત્રોમાં પ્રાણીઓને મારવાનું અને વિસ્તારોને જંતુમુક્ત કરવાનું શરૂ ચીનમાં એક...
