ભારત એક માત્ર દેશ જેણે હોર્મુજ યુદ્ધમાં નાવિક ગુમાવ્યા છે: વિદેશ સચીવ, હોર્મુજ જળમાર્ગ ખોલવાની સમીટમાં ભારત જોડાયું: વાટાઘાટ પર જોર

જો કે યોગ્ય-ઉપાયોથી જળમાર્ગ ખોલવા 40 દેશોના સંયુક્ત નિવેદન પર સહી ન કરી: લશ્કરી પગલાની ચિંતા: પહેલા ‘તનાવ’ ઘટે તે જરૂરી: સ્પષ્ટ વાત

લંડન: ખાડી ક્ષેત્રમાં ઈરાન સામે અમેરિકા-ઈઝરાયેલના યુદ્ધના કારણે બંધ થયેલા હોર્મુજનો જળમાર્ગ ખોલવા માટે બ્રિટને શરૂ કરેલી પહેલમાં ભારત સતત વિશ્ર્વના 60 દેશો સામેલ થયા છે. ભારતનું પ્રતિનિધિત્વ વિદશ સચીવ નિકમ મિસરી કરી રહ્યા છે અને આ બેઠકમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓએ વૈશ્ર્વિક જળમાર્ગમાં વ્યાપારી જહાજોના આવાગમનની સ્વતંત્રતા ફરી સ્થાપવા ભારતે રાજદ્વારી અને રાજકીય ઉપાયો પર જોર દેવાની હિમાયત કરી હતી. જો કે આ જળમાર્ગ ખોલવા માટે સૈન્ય તાકાતનો ઉપયોગ કરવાનો ભારતે વિરોધ કરીને બ્રિટન સહિત 35 દેશોએ જે સંયુક્ત નિવેદન કર્યુ તેમાં સહી કરી ન હતી. વિદેશ સચીવ વિકમ મિસરીએ આ બેઠકમાં જણાવ્યું કે હોર્મુજ જળમાર્ગ બંધ થવાથી ભારતની ઉર્જા સુરક્ષા સામે સંકટ સર્જાયુ છે અને ભારત એકમાત્ર એવો દેશ છે.
જેણે આ યુદ્ધના કારણે તેના નાવિક ગુમાવ્યા છે તેમનો ઉલ્લેખ ક ભારતીય ધ્વજ સાથેના જહાજ પર ડ્રોન હુમલાથી ચાર નાવિકોના મોત થયા તે સંદર્ભનો હતો. વિદેશ સચીવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હોર્મુજ જળમાર્ગ ખોલવા વાટાઘાટનો જ સહારો લેવો જોઈએ અને તેનો એક ઉપાય તનાવ ઘટાડવાનો છે અને તમામ સંબંધીત પક્ષો (ઈરાન-અમેરિકા) એ વાટાઘાટના ટેબલ પર આવવું જોઈએ. બ્રિટને આ બેઠક તે સમયે બોલાવી જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુજ જળમાર્ગ ખોલવાની જવાબદારી અમેરિકાની નહી જેઓને જરૂર છે તેઓ ખોલાવે તેવા વિધાનો કરીને હાથ ખંખેરી નાખ્યા હતા પછી બ્રિટને પહેલ કરી છે અને ભારત સહિત 60 દેશોને સાથે જોડવા પ્રયાસ કર્યા છે.
જો કે બ્રિટન સહિત 35 દેશોએ આ જળમાર્ગ ખોલવા ‘ઉચીત-યોગ્ય’ પગલા લેવા તેવા શબ્દોના ઉપયોગ સાથે જે સંયુક્ત નિવેદન જારી કર્યુ તેનાથી ભારતે અંતર જાળવી રાખ્યુ છે જેમાં ગર્ભીત રીતે સેનાની શક્તિનો ઉપયોગ પણ આવી જાય છે પણ ભારત તેનાથી દુર રહ્યું છે.
જો કે બ્રિટને અગાઉ હોર્મુજ જળમાર્ગ ખોલવા નૌકાદળ મોકલવા ટ્રમ્પના કહેણને નકાર્યુ હતું. આ બેઠક બાદ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુએઈ, સાઉદી સહિત 40 દેશોએ હોર્મુજ જળમાર્ગ ખોલવા માટે એક સંયુક્ત નિવેદન બહાર પાડયું પણ ભારતે તેનાથી અંતર બનાવ્યુ છે. ભારતને ડર છે કે તેમાં સૈન્ય તાકાતનો ઉપયોગ થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ