રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્યના સૌજન્યથી યોજાનાર મેગા કેમ્પનો લાભ લેવા થઈ અપીલ: રાજકોટના નિષ્ણાંત તબીબો આપશે સેવા
પોરબંદર નજીકના કુતિયાણા ખાતે ધારાસભ્યના સૌજન્યથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે કસ્ટમચોક, સોની મહાજન વાડી ખાતે આવેલા ધારાસભ્યના કાર્યાલય સામે,રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ અને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના સંયુક્ત ઉપક્રમે આગામી તા.5 એપ્રિલ 2026ને રવિવારના રોજ સવારે 10:00 વાગ્યાથી મલ્ટી-સ્પેશિયાલિટી વિશેષજ્ઞ ડોક્ટરો દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કુતિયાણા-રાણાવાવ તેમજ સમગ્ર પોરબંદર જિલ્લા અને ખાસ કરીને દરિયાઈપટ્ટી પર વસતા લોકો અનેક પ્રકારના રોગોથી પીડાતા હોય છે, ત્યારે આવા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે તેવા ઉમદા આશયથી આ કેમ્પ યોજાઈ રહ્યો છે.આ કેમ્પમાં વિવિધ પ્રકારના રોગોની નિ:શુલ્ક તપાસ કરી આપવામાં આવશે.જેમાં રાજકોટના ડિરેક્ટર,જી.આઈ. લેપ્રોસ્કોપિક અને ટ્રોમા સર્જન ડો.મયુર વાઘેલા (લિવર, સ્વાદુપિંડ, અન્નનળી, આંતરડાના રોગો, પેટના તમામ પ્રકારના કેન્સર અને દુરબીનથી થતા પેટના જટિલ ઓપરેશનોના નિષ્ણાંત), ક્ધસલ્ટન્ટ ન્યુરો અને સ્પાઈન સર્જન ડો.મયંક વેકરિયા (મગજનું હેમરેજ, ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જિયા, કમર અને ડોકનો દુખાવો,વાઈ-આંચકી, મણકાના કેન્સર અને ટી.બી.ની સારવાર), ક્ધસલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ ડો.રોનક ભાલોડિયા (કિડનીની જુની બિમારી, પેશાબ ઓછો થવો,પથરી, યુવાનોમાં અનિયંત્રિત હાઈ બ્લડપ્રેશર, ગર્ભાવસ્થા અને બાળકોમાં કિડનીની બિમારી, રાત્રે વારંવાર પેશાબ થવો) તેમજ ક્ધસલ્ટન્ટ રેડિએશન ઓન્કોલોજિસ્ટ ડો.સૌરભ મારકણા (લાંબા સમયથી ન રુઝાતું ચાંદું, સ્તનમાં ગાંઠ કે ડીંટડીમાંથી લોહી પડવું, માસિક સિવાયનો રક્તસ્ત્રાવ, લાંબો સમય અવાજ બેસી જવો વગેરે રોગોની તપાસ) પોતાની માનદ સેવાઓ આપશે. આ ઉપરાંત, કેમ્પમાં દર્દીઓનું બ્લડપ્રેશર, ઇ.સી.જી., સુગર અને બેઝિક બ્લડ ટેસ્ટ પણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે.કેમ્પ અંગે વધુ જાણકારી માટે વિજય ઓડેદરાનો તેમના મો.નં.90164 09664 ઉપર સંપર્ક કરી શકાશે, તેમજ રજીસ્ટ્રેશન માટે મો.નં.97125 30050 અને 99047 84353 ઉપર નામ નોંધાવી શકાશે.કુતિયાણા વિધાનસભા વિસ્તાર અને આસપાસના નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં હાજરી આપી, તેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા તેમજ આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
