આદિત્યાણાની શ્રી ક્ધયા શાળામાં વિદાય સમારોહ યોજાયો
ધો-8ની તરૂણીઓને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાની શુભેચ્છા સાથે અપાઇ વિદાય:સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો
પોરબંદરના આદિત્યાણા ખાતે શ્રી ક્ધયા શાળામાં ધો-8ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લાની રાણાવાવ તાલુકાની આદિત્યાણા ગામની શ્રી ક્ધયા શાળામાં ધો-8 ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં બાલવાટિકા થી ધો-8 સુધીની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કાર્યક્રમથી થઈ, ત્યારબાદ શાળાના આચાર્ય દ્વારા દરેકને આવકાર આપવામાં આવ્યો. શાબ્દિક આવકાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ. કાર્યક્રમમાં મોબાઇલના વધુ પડતા ઉપયોગ તથા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને લઈને થતા નુકસાન અંગે પણ નૃત્ય તથા નાટક રજૂ કરી જાગૃતિ ફેલાવવામાં આવેલ હતી ધો-5 ની બાળાઓએ સોશિયલ મીડિયાથી નાનપણથી જ બાળકોમાં થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવતું નૃત્ય રજુ કર્યું,ધો-6 ની વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ એક દુષણ વિષય પર નાટક રજૂ કર્યું અન્ય તમામ ધોરણની વિદ્યાર્થીનીઓએ અલગ અલગ થીમ પર ડાન્સ રજૂ કર્યા હતા.
ધો-8 ની વિદ્યાર્થીની વાઢેર દિવ્ય ધો-1 થી લઇ ધો-8 સુધી શ્રી ક્ધયાશાળા આદિત્યાણામાં અભ્યાસ કર્યો હતો આઠ વર્ષના સંસ્મરણો વાગોળ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધો-8 ની વિદ્યાર્થીની મારૂ ધારા તથા વાઢેર દિવ્યાએ કર્યું હતું.કાર્યક્રમના અંતે શાળાની તમામ વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ કરનાર વિદ્યાર્થીનીઓને શાળાના આચાર્ય શિક્ષકો તથા એસ.એમ.સી. સભ્યો દ્વારા બિરદાવવામાં આવી હતી.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ કરી હતી.શાળાના આચાર્ય તથા શિક્ષકોએ ધો-8 ની બાળાઓને જ્ઞાન સાધના પરીક્ષાની અને અન્ય તમામ ધોરણની બાળાઓને વાર્ષિક પરીક્ષા સંદર્ભે યોગ્ય સુચનો કરી શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય,શિક્ષકો અને એસ.એમ.સી.સભ્યોએ જહેમત ઉઠાવી હતી.એકંદરે કાર્યક્રમ સફળ રહ્યો હતો.
