17 વર્ષીય ક્રિશ અકબરીના પરિવારે મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં મલ્ટિ-ઓર્ગન ડોનેશન થકી હિંમત અને માનવતા દાખવી છે અને ગંભીર નુકસાનને અટકાવીને જીવન દાન આપ્યું છે.
ક્રિશ અકબરીને 29 માર્ચ 2026નાં રોજ ગંભીર ટ્રાફિક એક્સિડન્ટ બાદ ક્રિટિકલ કન્ડિશનમાં વેન્ટિલેટરી સપોર્ટની જરૂર હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. ઇન્ટેન્સિવ કેર અને તમામ શક્ય મેડિકલ ઇન્ટરવેન્શન છતાં, કોઈ ન્યુરોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું ન હતું. બે પોઝિટિવ એપનિયા ટેસ્ટ સહિત સ્ટાન્ડર્ડ બ્રેઈન ડેથ પ્રોટોકોલ્સને અનુસરીને, તેમને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
ટ્રીટિંગ ક્ધસલટન્ટ અને ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેશન ટીમ દ્વારા વિગતવાર કાઉન્સેલિંગ પછી, પરિવારે મલ્ટિપલ ઓર્ગન્સનું દાન કરવાનો નિ:સ્વાર્થ નિર્ણય લીધો. દાનમાં હૃદય, ફેફસાં, લીવર, કિડની, કોર્નિયા અને હાથનો સમાવેશ થતો હતો, જેનાથી અનેક દર્દીને ફાયદો થયો અને જીવનની બીજી તક મળી.
ઓર્ગન રિટ્રાઇવલ અને એલોકેશન પ્રોસેસ એસ્ટાબ્લિશ્ડ નેશનલ પ્રોટોકોલ અનુસાર હાથ ધરવામાં આવી હતી, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને એથિકલ ડિસ્ટ્રિબ્યુશન સુનિશ્ચિત કરી શકાય. નોંધનીય છે કે, આ કેસ પ્રાઇવેટ સેક્ટરમાં સર્વ પ્રથમ હેન્ડ ડોનેશન તરીકે ઓળખાયો હતો, જેણે ટ્રાન્સપ્લાન્ટ કેર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો.
