ચૂંટણી જાહેરાત થતા ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા સ્થગિત

વિભાગ દ્વારા તા.25 મે નું જાહેરનામું પ્રસિધ્ધ

રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા નાયબ મામલત્તદાર, મહેસુલી કારકુન અને તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે ચાલુ એપ્રિલ 2026માં તા.16થી ગુજરાત ઉચ્ચ મહેસુલ લાયકાત પરીક્ષા (એચઆરકયુ) લેવામાં આવનાર હતી.પરંતુ ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરાતા અને તેમાં મહેસુલી કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવતા તેને લક્ષમાં લઈ ચાલુ માસ એપ્રિલ-2026માં લેવાનાર આ ગુજરાત ઉચ્ચ મહેસુલ લાયકાત પરીક્ષા (એચઆરકયુ) તત્કાલ મોકૂફ રાખી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલ છે. જે મુબજ હવે મે-2026માં તા.25 થી 30 સુધી આ પરીક્ષા લેવામાં આવશે.જેમાં 10-30 થી 11-30 હેતુલક્ષી (પુસ્તકો સિવાય) અને 11-35 થી 13-35 સુધી વર્ણનાત્મક (પુસ્તકો) સાથે પેપર લેવામાં આવશે.
જેમાં રાજકોટ કેન્દ્રમાં રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર,કચ્છ, મોરબી અને જામનગર જિલ્લાનાં મહેસુલી કર્મચારીઓ પરીક્ષા આપશે.
દરમિયાન આ અંગે મહેસુલ વિભાગન ઉપસચિવ ઋત્વિજ સોનગરાએ જણાવેલ છે કે તા.20/03/2026ના જાહેરનામાથી પ્રસિદ્ધ થયેલ સુધારા નિયમો મુજબ જે ઉમેદવારોએ જૂના નિયમો હેઠળની ખાતાકીય પરીક્ષા આપી હતી.પરંતુ તેમાં અનુત્તીર્ણ રહ્યા હતાં. તેઓને હવે રાહત આપવામાં આવી છે. આ સુધારા નિયમો મુજબ, જે ઉમેદવારોએ છેલ્લે યોજાયેલ પેપર 1માંથી મુકિત મળશે. તેવી જરીતે જે ઉમેદવારોએ જૂના નિયમોના પેપર 2માં 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હશે. તેમને નવા નિયમોના પેપર 3ની પરીક્ષા આપવાની રહેશે નહીં.

રિલેટેડ ન્યૂઝ