લેબેનૉનમાં આખુ ગામ કાટમાળમાં ફેરવાયુ: જવાબમાં હિઝબુલ્લાહે કર્યો મિસાઇલ હુમલો

મિડલ ઈસ્ટમાં સીઝફાયરનો ફિયાસ્કો!

દૃક્ષિણ લેબેનૉનના ચૌકિન શહેરમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાને કારણે આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ઈઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, તેઓ લેબેનૉનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લાહના લોન્ચિંગ સાઇટ્સ અને ઠેકાણાઓને નિશાન બનાવી રહૃાા છે. લેબેનૉનના સરકારી મીડિયા અનુસાર, ઈઝરાયલી ફાઇટર જેટ્સે અન્ય ઘણા શહેરો પર પણ બોમ્બમારો કર્યો છે, જેમાં અનેક સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે અને રહેણાંક મકાનો જમીનદૃોસ્ત થઈ ગયા છે. ઈઝરાયલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાહ તરફથી જાહેર કરાયેલા નિવેદૃનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે ઉત્તરી ઈઝરાયલના હાઇફા શહેર પર ’ઍડ્વાન્સ્ડ મિસાઇલો’ વડે હુમલો કર્યો છે. હિઝબુલ્લાહે દૃાવો કર્યો હતો કે તેઓ સીઝફાયરનું પાલન કરી રહૃાા હતા, પરંતુ દૃુશ્મન દૃેશે નિયમો તોડતા તેમણે આ કાર્યવાહી કરી છે.

રિલેટેડ ન્યૂઝ