10માંથી 5ની હાજરી માંડ-માંડ પુરાય છે: ટેકિનકલ એરર આવતા 400 શ્રમિકની હાજરી કેવી રીતે પુરાશે?
ઉના તાલુકા ના સનખડા ગામે ચાલતા મનરેગા અંતર્ગત તળાવ ઊંડું કરવાનું કામ ચાલુ કરવામાં આવેલું છે આ કામમાં હાલ સનખડા ગામના 400 મજૂર તળાવનું કામ કરવા આવે છે. અને તળાવની અંદર એક કિલો મીટરની સાઇડ ઉપર અંદર કામ કરવાનું થતું હોય અને કામે આવતા શ્રમિકો ની હાજરી પુરવા ની થતી હોય એક જ જગ્યાએ નેટવર્ક નું લોકેશન આવતા હાજરી પુરવામાં વિક્ષેપ પડી રહ્યો છે.એપ્લિકેશન માં 400 મજૂરને પહેલા દિવસે ઊ સુભ કરવા છતાં પણ ફેસ ઓથોડીકેશન થતું નહીં હોવાથી એક મસ્ટરમાં 10 લોકોના નામ હોય તેમાંથી પાંચની હાજરી મહામુશ્કેલીએ પુરાય તો ચાર લોકોની હાજરી માં એરર આવી જવાના કારણે બીજા ચારલોકો કામ સ્થળે આવ્યા હોવા છતાંય તેની હાજરી પુરાતી નહીં હોવાના કારણે બેક થઈ જવાના કારણે પુરેલી છે હાજરી ઉડી જતી રહી છે.
મનરેગા યોજના અંતર્ગત કામગીરી સ્થળે આવતા શ્રમિકો ની હાજરી વ્યવસ્થિત રીતે પુરાય તે માટે ઓનલાઈન એપ્લિકેશન માં સુધારો થાય આખા તળાવ માંથી જેટલું કામ ચાલુ છે તે સ્થળે સાઇડ ઉપર શ્રમિકો કામ કરતા હોય ત્યાં હાજરી પુરાય એવી તમામ લોકોની માંગ ઉઠવા પામી છે સવારે આઠ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી હાજરી પૂરવા માંજ મોટાભાગે ટાઈમ બગડો જતો હોય હાલ ઉનાળાની ધગધગતી ગરમીનો માહોલ હોવાથી હાજરી પુરવા સમયે એપ્લિકેશનમાં બે મસ્ટર રજીસ્ટ્રેશનમા શ્રમિકોની હાજરી પુરાતા એપ્લિકેશન લોડિંગ થવાના કારણે ઓનલાઇન મોબાઇલ હાજરી વખતે એરર થતાં તાપમાન ના કારણે આપોઆપ એપ્લિકેશન લોગઆઉટ થઈ જવાના કારણે ફરી વખત પાછી હાજરી પૂર્વી પડે છે .
400 શ્રમિકો ની હાજરી પૂરવા ભારે સમસ્યા સર્જાય છે બપોર પછી નો શ્રમિકો નો ગ્રુપ માં ફોટો પાડવાનો થાય છે તો એ ફટાફટ પડી જાય છે આ ફોટા સવાર ના સમયે કામે આવતા મજુરોના ગ્રુપ ફોટો માન્ય કરવામાં આવે તો વ્યવસ્થિત લોકો કામ કરી શકે અને બધાની હાજરી વ્યવસ્થિત પુરાય જ્યાં સુધી વ્યક્તિગત હાજરી પૂરવાની સમસ્યા નો ઉકેલ નહીં આવે અને એક જ જગ્યાએ જીપીએસ લોકેશન મુકેલ હોય તે આખા તળાવ નું લોકેશન નહીં મેળવે ત્યાં સુધી ગ્રુપ ફોટા થી હાજરી પુરાવા શ્રમિકો ના ફેસ નહીં આવતા હોય તેવા દરેક મજુરો ના દસ દસ વખત ઊસુભ કર્યા પછી સમસ્યા સર્જાઈ રહીં છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગણી ઉઠી રહી છે.
