કોઈને વ્યાજના ચક્રમાં ફસાવનાર સામે પણ કડક કાર્યવાહીની પોલીસની ચેતવણી
ધોરાજી સબ ડિવિઝન પોલીસ દ્રારા વ્યાજખોરો સામે કડક પ્રહાર પીડિતોને આગળ આવી માહિતી આપવા એએસપી સિમરન ભારદ્વાજ એ લોકોને અપીલ કરી છે રાજકોટ રેન્જ આઈ.જી સુચના તેમજ જિલ્લા પોલીસવડા અમિત ગુર્જર ની સુચના અનુસાર ધોરાજી ડિવિઝન ના નિષ્ઠાવાન અને કાર્યદક્ષ કડક અધિકારીની છાપ ધરાવતા એએસપી સિમરન ભારદ્વાજ એ અખબારી યાદીમાં જણાવેલ છે કે ધોરાજી ડિવિઝન માં આવતા પોલીસ સ્ટેશન ધોરાજી શહેર તાલુકો ઉપલેટા શહેર અને તાલુકો ભાયાવદર પાટણવાવ વગેરે પોલીસ સ્ટેશન હેઠળ આવતા લોકો જે વ્યાજના ચક્રમાં આવીને ફસાઈ ગયા હોય તેવા તમામ લોકોએ કોઈપણ જાતના ડર રાખ્યા વગર પોલીસની મદદથી આવા ખાસ યાદીમાં જણાવ્યું છે ધોરાજી ડિવિઝન ની અંદર કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે વ્યાજના ચક્રમાં ફસાવવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે આ વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ મકાન જમીન કે સોનાનું ગીરવે મૂકીને ધિરાણ લીધું હોય વ્યાજે પૈસા લીધા હોય તો આવા લોકોએ તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશન ખાતે અથવા તો ધોરાજીના ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજ નો સંપર્ક સાધવા યાદીમાં જણાવેલું છે ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સોની પરિવારની કીમતી જમીન વ્યાજના ચક્રમાં ફસાઈ જતા ડેપ્યુટી એસપી સીમરન ભારદ્વાજ અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી એક સોની પરિવારને વ્યાજના ચક્રમાંથી બચાવીને તેમની ખેતીલાયક જમીન જે આરોપીએ જપ્ત કરી હતી તે જમીન પણ ફરિયાદીને પરત સોંપવામાં આવી છે આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ પોતાની જમીન મકાન સોનું અથવા તો વાહનો વ્યાજના ચક્રમાં ફસાઈ ગયા હોય તો જ તાત્કાલિક તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવીને અમોને જાણ કરવામાં આવશે તો અમો તાત્કાલિક કાર્યવાહી કરીશું અથવા તો સ્થાનિક પોલીસમાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો પણ અમને ધોરાજી ડિવિઝન ઓફિસ ખાતે રૂબરૂ મળવું અથવા અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરવા લોકોને ખાસ યાદીમાં ડેપ્યુટી એસપી સિમરન ભારદ્વાજે યાદીમાં જણાવ્યું છે અમારો મોબાઈલ નંબર એ એસપી સિમરન ભારદ્વાજ મોબાઈલ નંબર 9213000434 ઉપર વ્યાજના ચક્રમાં ફસાયેલા કોઈપણ બાબતની ફરિયાદ હોય તો અમારો મોબાઈલ નંબરમાં અથવા તો રૂબરૂ સંપર્ક સાધી શકે છે તો સો ટકા ન્યાય મળશે તેવી ખાતરી આપેલ છે.
