બોટાદમાં આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોની સંગઠનલક્ષી બેઠક યોજાઇ

ભારતીય મજદુર સંધ રાષ્ટ્રીય વિચારઘારા સાથે કામ કરતું સંગઠન છે. અને વિવિધ ક્ષેત્રે કામ કરતાં શ્રમિકો, કામદાર / કર્મચારીઓના જુદાજુદા પ્રશ્નોના નિકાલ માટે સતત પ્રયત્નો કરી યોગ્ય નિરાકરણ કરાવવામાં હંમેશા અગ્રેસર રહેતું ભારતનું સભ્ય સંખ્યાની દ્રષ્ટીએ સૌથી મોટું શ્રમિક સંગઠન છે. અને બોટાદ જીલ્લા મજદુર સંધ ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલ છે. બોટાદ જીલ્લા મજદુર સંધ ધ્વારા બોટાદ જીલ્લામાં આંગણવાડી વિભાગમાં કામ કરતાં વર્કર-હેલ્પર બ્હેનોની સંગઠનલક્ષી બેઠક ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંધના ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાવીકાબેન ચાઉના અધ્યક્ષ સ્થાને બોટાદ ખાતે તા.11/04/ર6 ને શનિવારના રોજ યોજવામાં આવેલ. જે બેઠકમાં મધ્યાહન ભોજન યોજના સંધના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેનદ્રસિંહ ચુડાસમાં તથા ભારતીય મજદુર સંધના ગુજરાત પ્રદેશમંત્રી સમીરભાઇ જોશી, જુનાગઢ વિભાગ મંત્રી ચંદ્રિકાબેન સોલંકી, બોટાદ જીલ્લા મજદુર સંધના જીલ્લા અધ્યક્ષ રાજુભાઇ ડેરૈયા, જીલ્લામંત્રી દીક્ષીતભાઇ અગ્રાવત તેમજ બોટાદ શહેર તથા તાલુકામાં આંગણવાડીમાં કામ કરતાં વર્કર-હેલ્પર બ્હેનો મોટી સંખ્યામાં હાજર રહેલ.
ભાવીકાબેન ચાઉ ધ્વારા આંગણવાડીના બ્હેનોના વિવિધ પ્રશ્નો તથા તેના નિરાકરણ માટેના સંધના પ્રયત્નોની વિગતો તેમજ રાજેનદ્રસિંહ ચુડાસમાં ધ્વારા સંગઠનની શકિત તેમજ ગુજરાત રાજયના દરેક ગામમાં આંગણવાડી, આશા વર્કર તેમજ મધ્યાહન ભોજન યોજના સાથે જોડાયેલા કામદારોની દૈનિક ઉપસ્થિત હોવા બાબતની જાણકારી આપતાં જણાવેલ કે આ ત્રણ વિભાગના કામદારો થકી ભારતીય મજદુર સંધ દરેક ગામ સુધી પહોચેલું છે. અને ભારત દેશની ભાવી પેઢી આ ત્રણ વિભાગના માધ્યમથી તૈયાર થઇ રહી છે. ત્યારે મધ્યાહન ભોજન, આંગણવાડી તથા આશા કર્મચારીઓ ના પ્રાણ પ્રશ્નો ના યોગ્ય નિકાલ માટે ભારતીય મજદુર સંધ સતત પ્રયત્નો તેમજ જરૂર જણાયે લડત/ આંદોલન કરી રહયુ છે. ત્યારે આપણા સહુની ફરજ બને છે કે આપણે ભારતીય મજદુર સંધ સાથે જોડાયેલા રહીએ તેમજ અન્ય સહકર્મીઓને પણ આ સંગઠનમાં જોડી ભારતીય મજદુરની સંગઠન શકિતમાં વધારો કરીએ. આ બેઠકને અનુલક્ષી જરૂરી વ્યવસ્થાઓની ગોઠવણ જીલ્લા કારોબારીના સભ્યો રોહીતભાઇ જાદવ તથા રાજભાઇ પરમાર ધ્વારા કરવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ