શિવાજીપાર્ક ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ વિદૃાય સૂર સામ્રાજ્ઞી આશા ભોંસલેનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલિન

સુર સામ્રાજ્ઞીની આશા ભોંસલેનું રવિવારે ૯૪ વર્ષની વયે અવસાન થતા સોમવારે મુંબઇમાં શિવાજી પાર્ક ખાત્ો રાજકીય સન્માન સાથે ત્ોમના પાર્થિવ દૃેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા સ્મશાનમાં હાજર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડનવીસ અને બંન્ો મુખ્યમંત્રીઓ એકનાથ િંશદૃે તથા સુન્ોત્રા પવાર આશા તાઇને અંતિમ વિદૃાય આપી રહૃાા છે.

રાજકીય આગ્ોવાનો અન્ો બોલીવુડ સ્ટાર્સની હાજરી

પુત્ર આનંદૃ ભોંસલેએ ચિતાને અગ્નિદૃાહ આપ્યો, અંતિમ સંસ્કાર સમયે બધાની આંખો ભીની થઈ ગઈ
ભારતીય સંગીતની દૃુનિયામાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર આશા ભોંસલેનો નશ્ર્વર દૃેહ આજે પંચ મહાભૂતમાં વિલિન થઇ ગયો હતો. મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદૃાય આપવામાં આવી હતી. સોમવારે પરિવાર, ફિલ્મ હસ્તીઓ અને પ્રિયજનોએ અશ્રુભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પુત્ર આનંદૃ ભોંસલેએ અંતિમ સંસ્કાર કર્યા હતા. “આશા તાઈ” તરીકે ઓળખાતી સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનથી માત્ર મનોરંજન જગતમાં જ નહીં પરંતુ સમગ્ર દૃેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. એક સમયે તેમની સામે ગાતી જોવા મળતી આ ગાયિકાની યાદૃ હવે એક યાદૃ બની રહેશે.
રાજકારણીઓ અને બોલિવૂડ સ્ટાર્સ, જેમાં બોલિવૂડની મધુર ભાવનાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગાયિકાનો પણ સમાવેશ થાય છે, તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હતા. સોમવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતે આશા ભોંસલેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ ઝલક જોવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી, જેમાં દૃરેક આંખ ઉદૃાસી અને આંસુઓથી ભરેલી હતી.
આશાને અંતિમ વિદૃાય આપવા માટે બોલિવૂડની ઘણી હસ્તીઓ પહોંચી હતી. આશા તાઈને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલી તબ્બુ અને આશા પારેખ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તમને જણાવી દૃઈએ કે તબ્બુથી લઈને આશા પારેખ, સચિન તેંડુલકર, રિતેશ દૃેશમુખ, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ ઠાકરે અને નેતા આદિૃત્ય ઠાકરે, મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દૃેવ વર્મા, ભારતીય ગાયક અને સંગીતકાર લેસ્લી પીટર લુઈસ અને ભારતીય સંગીતકાર ઉત્તમ િંસહ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ