અખાત્રીજથી ફરી માવઠું : રાજકોટ 4ર ડીગ્રીએ રાજયનું હોટેસ્ટ સીટી

રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 4ર ડીગ્રીએ પહોંચી ગયો છે. બપોરના સમયે શહેરના રાજમાર્ગો પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. તો લોકોએ ગરમીમાં રાહત મેળવવા શેરડીના રસ અને ઠંડાપીણાનો સહારો લીધો હતો. ફોટો: પ્રવિણ સેદાણી

હિટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડુતોમાં ચિંતા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ હીટવેવની ઝપેટમાં આવ્યું છે. રાજકોટમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 4ર ડીગ્રીએ નોંધાયો છે. સતત ત્રીજા દિવસે રાજકોટ રાજયનું હોટેસ્ટ શહેર બન્યું છે. હિટવેવની આગાહી વચ્ચે અખાત્રીજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી માવઠાની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૈત્ર માસના શરૂઆતથી માવઠુ વરસ્યા બાદ અંતિમ દિવસોમાં કાળઝાળ ગરમી પડવાનું શરૂ થયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી હિટવેવની સ્થિતિનું સર્જન થયું છે. રાજયમાં પાંચ શહેરનું તાપમાન 40 ડીગ્રીને પાર થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન અને રાજસ્થાન નજીક સર્જાયેલા અપર એર સકર્યુલેશન તથા દેશભરમાં ફેલાયેલા ટ્રકના પ્રભાવથી વાતાવરણમાં ફેરફાર થઇ રહયા છે. આ ઉપરાંત પશ્ચિમ હિમાલય વિસ્તારમાં સર્જાનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી પહોંચે તેવી શકયતાઓ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 19 એપ્રિીલ અને અખાત્રીજના દિવસથી બે દિવસ અમરેલી, ભાવનગર, સાબરકાૂંઠા અરવલ્લી, દાહોદ, મહિસાગર જિલ્લામાં ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે. તા.ર0 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠાની શકયતા વ્યકત કરવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે ગરમ પવન ફુંકાયા હતા. હીટવેવ અને ભીષણ ગરમીથી લોકો અકળાઇ ઉઠયા છે.
રાજયના પાંચ શહેરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થયો છે. અમદાવાદમાં 41.4, અમરેલીમાં 41.1, બરોડામાં 40.4 અને ગાંધીનગરમાં 40.8 ડીગ્રી નોંધાયું છે. જયારે સતત ત્રીજા દિવસે રાજકોટ 4ર ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું છે.

કયા કેટલુ તાપમાન
શહેર તાપમાન
રાજકોટ 4ર
અમરેલી 41.1
ભાવનગર 39
ભુજ 39
દીવ 36.પ
દ્વારકા 31.3
કંડલા 36.6
નલીયા 3પ
ઓખા 33
પોરબંદર 33.8
વેરાવળ 3ર

રિલેટેડ ન્યૂઝ