ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી વગર પોલીસ ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં કેસ દૃાખલ કરી શકે નહીં:હાઇકોર્ટ

ધર્મ પરિવર્તન કરાવવાના પ્રકરણમાં આરોપીના જામીન કોર્ટે મંજૂર કર્યા

ગુજરાત હાઇકોર્ટે એક ચુકાદૃા મારફત્ો ઠરાવ્યું છે કે, પ્રથમ ષ્ટિએ પોલીસ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની પ્ાૂર્વ મંજૂરી વિના બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં કેસ દૃાખસ કરી શકે નહીં. બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં એક આરોપીન્ો જામીન આપતાં જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે આ મુજબ જણાવ્યું હતું. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરવા માટેની પ્ાૂર્વ મંજૂરીના આદૃેશનું પાલન થયું જણાતું નથી. આ સંદૃર્ભે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમની કલમ-૬ મુજબ, આ કાયદૃા હેઠળા ગુના માટે કોઇપણ કાર્યવાહી જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટના હોદ્દાથી નીચેના ના હોય ત્ોવા અન્ય અધિકારી દ્વારા અથવા ત્ોમની પ્ાૂર્વ મંજૂરી સિવાય કાર્યવાહી શરૂ કરી શકાતી નથી.
ધર્મ પરિવર્તન કરાવવાના પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓના જામીન મંજૂર કરતાં હાઇકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસની એફાઇઆરમાં આરોપ ગંભીર છે. કારણ કે, આરોપીએ ફરિયાદૃીન્ો ત્ોના કરતાં અલગ ધર્મમાં જોડાવવા માટે પ્રેરિત કર્યા હતા. વળી કેસમાં તપાસનીશ અધિકારી દ્વારા તા.૨૧-૧૧-૨૦૨૫ના રોજ ટ્રાયલ કોર્ટમાં આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દૃાખલ કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી તા.૨૪-૧૧-૨૦૨૫ના રોજ મળી હતી. જામીનનો હેતુ આરોપી વ્યક્તિન્ો ત્ોની વિરૂધ્ધના ટ્રાયલમાં વાજબી રકમના જામીન દ્વારા ત્ોના હાજર રહેવાનું સુનિશ્ર્ચિત કરવાનો છે.
બીજી બાજુ, સરકારપક્ષ અને ફરિયાદૃ પક્ષ તરફથી આરોપીઓની આગોદૃતરા જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, પ્રસ્તત કેસમાં ચાર્જશીટ ભલે તા.૨૧-૧૧-૨૦૨૫એ ટ્રાયલ કોર્ટમાં દૃાખલ થયું અને કેસ દૃાખલ કરવા અંગ્ોની જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી તા.૨૪-૧૧-૨૦૨૫એ મળી પરંતુ વાસ્તવમાં તા.૨૦-૧૧-૨૦૨૫ના રોજ તપાસનીશ અધિકારીએ જરૂરી મંજૂરી માંગતો પત્ર વ્યવહાર તો કરી જે નાંખ્યો હતો. ત્ોથી કાયદૃાકીય જોગવાઇનું પાલન થયું નથી ત્ોવું કહી શકાય નહીં.

રિલેટેડ ન્યૂઝ