જો ઇરાન સમજુતિ નહીં કરે તો તબાહ કરી દેવાશે:ટ્રમ્પ

ડેલિગ્ોશન પાકિસ્તાન મોકલવા અંગ્ો ઇરાન હજાુ અનિશ્ર્ચિત

હોર્મુઝમાંથી અમેરિકા નાકાબંધી ના હટાવે ત્યાં સુધી શાંતિ મંત્રણામાં ભાગ લેવા ઇરાનનો ઇન્કાર: ડીલ નહીં કરે તો ઇરાન પર હવે નરમાશ રાખવામાં નહીં આવે:ડોનાલ્ડ ટ્રમ્પ

ઈરાન અમેરિકા યુદ્ધવિરામની ડેડલાઇન પૂર્ણ થવાના આડે હવે ગણતરીના દિૃવસો બાકી રહૃાા છે, ત્યારે સોમવારે અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદૃ પહોંચશે, જ્યાં ઈરાન સાથેના દ્વિપક્ષીય સંઘર્ષને સમાપ્ત કરવા માટે બીજા તબક્કાની તકનીકી સ્તરની વાતચીત થશે તેવી જાહેરાત ખુદૃ અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કરી છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, સ્ટીવ વિટફોક અન ેજેરેટ કુશ્ર્નર ઇરાન સાથે શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાના જશે.ટ્રમ્પે કહૃાું કે જો તે ડીલ નહીં કરે તો ઈરાન પર હવે વધુ નરમાશ રાખવામાં આવશે નહીં. તેઓ જલદૃી અને સરળતાથી નમી જશે અને જો તેઓ સમજૂતી નહીં કરે, તો જે કરવું જરૂરી છે તે કરવું મારા માટે સન્માનની વાત હશે, જે છેલ્લા ૪૭ વર્ષોમાં બાકીના રાષ્ટ્ર પ્રમુખોઓએ કરવું જોઈતું હતું. હવે સમય આવી ગયો છે કે ઈરાનની કિિંલગ મશીનનો અંત આવે!
ટ્રમ્પે ઈરાન પર શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબાર કરીને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન અમેરિકા દ્વારા પ્રસ્તાવિત સમજૂતીનો સ્વીકાર નહીં કરે તો અમેરિકા ઈરાનના નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરી દૃેશે. ટ્રમ્પે લખ્યું કે જો તેઓ આવું નહીં કરે, તો અમેરિકા ઈરાનના દૃરેક પાવર પ્લાન્ટ અને દૃરેક પુલને નષ્ટ કરી દૃેશે.
બીજી બાજુ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થતામાં વાતચીત આગળ વધી રહી છે અને અમેરિકા ઈસ્લામાબાદૃ જવા માટે ઉત્સુક છે. તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના વખાણ કરતા તેમને ’શાનદૃાર’ ગણાવ્યા અને કહૃાું કે તેમની ભૂમિકાને કારણે ઈસ્લામાબાદૃમાં વાતચીતની શક્યતા વધી ગઈ છે.
બીજી તરફ, ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર પોતાનો પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જ્યાં સુધી અમેરિકા તેની નાકાબંધી હટાવતું નથી. મધ્યસ્થી દૃેશો યુદ્ધવિરામને લંબાવવાનો પ્રયાસ કરી રહૃાા છે, પરંતુ બંને પક્ષોની નાકાબંધીને કારણે પાકિસ્તાનની આગેવાની હેઠળના મધ્યસ્થતાના પ્રયાસો જટિલ બન્યા છે. ઈરાની સંસદૃના અધ્યક્ષ અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદૃ બગેર ગાલિબાફે સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે જ્યારે આપણે હોર્મુઝમાંથી પસાર થઈ શકતા નથી, ત્યારે બીજાઓ માટે તેને પસાર કરવું અશક્ય છે. તેમણે અમેરિકન નાકાબંધીની ટીકા કરતા તેને અજ્ઞાનતામાં લેવાયેલો સમજણ વગરનો નિર્ણય ગણાવ્યો હતો. ગાલિબાફે કહૃાું કે ઊંડા અવિશ્ર્વાસ છતાં ઈરાન શાંતિની શોધમાં છે, પરંતુ કૂટનીતિમાં પાછળ હટવાનો કોઈ પ્રશ્ર્ન નથી.
બીજી તરફ રિપોર્ટ અનુસાર, બે અમેરિકન કાર્ગો પ્લેન રાવલિંપડીના નૂર ખાન એરબેઝ પર ઉતર્યા છે. જેનાથી સંકેત મળી રહૃાો છે કે મોટું અમેરિકન પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદૃ પહોંચવાનું છે. કારણ કે આવા વિમાનોમાં ફફૈંઁના આગમન પહેલા જરૂરી સામાન લાવવામાં આવે છે. હાલમાં ઈસ્લામાબાદૃ પોલીસે ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે. વિદૃેશી ડેલિગેશનના આગમનને કારણે રેડ ઝોન અને એક્સટેન્ડેડ રેડ ઝોનને સંપૂર્ણપણે બંધ કરી દૃેવામાં આવ્યા છે.
ઈસ્લામાબાદૃની મોટી હોટલોએ કોઈ પણ બુિંકગ લેવાની ના પાડી દૃીધી છે. લક્ઝરી મોવેનપિક હોટલમાં આ અઠવાડિયા માટે કોઈ રૂમ ખાલી નથી. અગાઉની વાતચીત દૃરમિયાન આ હોટેલ મીડિયાના લોકોથી ભરાયેલી હતી. સાથે જ સેરેના હોટલ હવે નવું બુિંકગ લઈ રહી નથી. સેરેનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત થઈ હતી. એટલું જ નહીં, સેરેના અને મેરિયટ હોટલમાં રોકાયેલા મહેમાનોને પણ રવિવાર રાતથી અન્ય સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે આ હોટલોને કોઈ ખાસ કામ માટે ખાલી કરાવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ