૬ લોકો ઘાયલ હજુ ઘણા લોકો કાટમાળ નીચે દૃબાયેલા હોવાની આશંકા: મૃત્યુ આંક વધી શકે છે
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાની યુનિટમાં જોરદૃાર વિસ્ફોટ થતા મોટી દૃુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૩ લોકોના કંપારીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દૃટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અગાઉ ૯ લોકોના મોતની આશંકા હતી, પરંતુ કાટમાળ હટાવતી વખતે મૃતકોની સંખ્યા વધીને ૨૩ થઈ ગઈ છે. બીજી બાજુ ઓછામાં ઓછા ૬ લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે.
આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટ( ફટાકડા ફેક્ટરી)માં થયો હતો, જેથી જોત જોતામાં આજુબાજુના ચાર યુનિટોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. દૃુર્ઘટના બાદૃ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, હાલ રાહત-બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરી દૃેવામાં છે. ધડાકો એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું હતું. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો સતત કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષાનો ચાંપતો બંદૃોબસ્ત કરવામાં આવ્યો છે.
આ દૃુર્ઘટના પર મુખ્યમંત્રી સ્ટાલિને દૃુખ વ્યક્ત કરતાં કહૃાું કે, આ ઘટના ખૂબ જ દૃુખદૃ છે, મને આઘાત પહોંચ્યો છે. તેમનો મૃતકો અને પરિવારજનો પ્રતિ સંવેદૃના વ્યક્ત કરતાં કહૃાું કે સરકાર આ કઠિન સમયમાં તેમની સાથે ઊભી છે. સાથે જ રાહત બચાવ કાર્ય ઝડપી કરવા આદૃેશ આપ્યો છે.
હાલ વિસ્ફોટના કારણો જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક આશંકા છે કે આ અકસ્માત ફટાકડાના ઉત્પાદૃન દૃરમિયાન સુરક્ષાના ધોરણોની અવગણનાને કારણે થયો હોઈ શકે છે. અધિકારીઓએ આ મામલે તપાસના આદૃેશ આપી દૃીધા છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહૃાું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
