ઉમરગામ ફેસિલિટી બ્લોક જોઈન્ટિંગ મોર્ટાર, રેડી મિક્સ પ્લાસ્ટર અને ટાઇલએડહેસિવનું ઉત્પાદન કરશે
ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ બ્લોક્સ(અઅઈ), બ્રિક્સ અને એએલસી (અકઈ) પેનલ્સના સૌથી મોટા મેન્યુફેક્ચરર્સપૈકીનાં એક, બિગબ્લોક ક્ધસ્ટ્રક્શન લિમિટેડે તેની સંપૂર્ણ માલિકીનીસબ્સિડિયરી, બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ થકી ઉમરગામખાતેના તેના ક્ધસ્ટ્રક્શન કેમિકલ્સ પ્લાન્ટમાં ટ્રાયલ પ્રોડક્શન શરૂ કરવાનીજાહેરાત કરી છે. આ ટ્રાયલ કંપનીના બિલ્ડિંગ મટિરિયલ્સ સેક્ટરનાં એક નવાસેગમેન્ટમાં પ્રવેશને દર્શાવે છે.
કંપનીનો ક્ધસ્ટ્રક્શન કેમિકલ્સ સેગમેન્ટમાં પ્રવેશ તેની એક્સપાન્શન સ્ટ્રેટેજીનોભાગ છે. ઉમરગામ ફેસિલિટી ટાઇલ એડહેસિવ્સ, વોલ પુટ્ટી, રેડી મિક્સપ્લાસ્ટર, બ્લોક જોઇનિંગ મોર્ટાર અને વોટરપ્રૂફિંગ પ્રોડક્ટ્સ સહિત વિવિધપ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટ વધતી જતી પ્રાદેશિક માંગને પૂર્ણ કરવામાટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. બિગબ્લોક ક્ધસ્ટ્રક્શન લિમિટેડ એએસી(અઅઈ) બ્લોક સ્પેસમાં સૌથી મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે, જેની વાર્ષિકસ્થાપિત ક્ષમતા ગુજરાત અને મહારાષ્ટ્ર પ્લાન્ટમાં 1.3 મિલિયન ક્યુબિક મીટર છે. આ પગલાથી કંપની બિલ્ડિંગ મટિરિયલ ઇન્ડસ્ટ્રીનાં હાઇ ગ્રોથ સેગમેન્ટમાં પ્રવેશકરી રહી છે અને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી રહી છે.
