વીમા બાદ હવે પેન્શન સેક્ટરમાં 100 ટકા વિદેશી રોકાણના પ્રયાસમાં કેન્દ્ર સરકાર!

નવી દિલ્હી : પેન્શન સેક્ટરમાં મોટા સુધારાની તૈયારી કરતાં સરકાર વિદેશી કંપનીઓ માટે દરવાજા પૂરેપૂરા ખોલવા પર વિચાર કરી રહી છે. સરકાર પેન્શન સેક્ટરમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (ઋઉઈં) ની મર્યાદા વધારીને 100 ટકા કરી શકે છે. પેન્શન ફંડમાં ઋઉઈં ની મર્યાદા હાલમાં 49 ટકા છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર આનાથી સંબંધિત એક બિલ સંસદનાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. આ પગલું પેન્શન સેક્ટરને ઈન્સ્યોરન્સ સેક્ટરની સમકક્ષ લાવવા માટે લેવામાં આવી રહ્યું છે, જ્યાં પહેલાથી જ 100 ટકા વિદેશી રોકાણની છૂટ છે. ગયા વર્ષે સંસદે ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ઋઉઈં ની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનાં બિલને મંજૂરી આપી હતી. આ પહેલાં 2015માં ઈન્સ્યોરન્સ એક્ટ 1938માં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ઋઉઈં ની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી હતી.
સૂત્રોનું કહેવું છે કે પેન્શન સેક્ટરમાં ઋઉઈં લિમિટ વધારવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 2013 માં સુધારો કરવામાં આવશે. આ બિલ અલગ-અલગ મંજૂરીઓના આધારે ચોમાસું સત્ર અથવા શિયાળું સત્રમાં આવી શકે છે. હાલમાં, પેન્શન ફંડમાં વિદેશી રોકાણની મહત્તમ મર્યાદા 49 ટકા નક્કી કરેલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સુધારા બિલમાં એનપીએસ ટ્રસ્ટને ઙઋછઉઅ થી અલગ કરવાનો પ્રસ્તાવ પણ સામેલ હોઈ શકે છે. અત્યારે એનપીએસ ટ્રસ્ટની શક્તિઓ, કામગીરી અને જવાબદારીઓ ઙઋછઉઅ રેગ્યુલેશન 2015 હેઠળ નક્કી કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ