આ વાતમાં શંકા નથી કે અમેરિકા વિશ્ર્વના ઘણા દૃેશોમાંથી સૌથી સંપન્ન રાષ્ટ્ર છે અને સૌથી વધુ શક્તિશાળી દૃેશ પણ છે. માવનામાં આવી રહૃાું છે કે, વિશ્ર્વના અન્ય દૃેશોની સરખામણીમાં ભૌતિક સુખ સુવિધાના મામલામાં અમેરિકાનો દૃરજ્જો અવલ્લ નંબર પર આવે છે.
આ વાત સિક્કાની એક તરફની છે. સિક્કાની બીજી તરફ ષ્ટિપાત કરવામાં આવે તો તસવીર બ્ોહદૃ ડરાવી નાંખે ત્ોવી છે. હાલમાં અમેરિકાના નાગરિકોમાં ભારે હતાશા વ્યાપ્ોલી છે તથા ઘરેલું તકલીફોથી થતો તણાવ વધ્યો છે.
અમેરિકાના લુઇસિયાના શહેરમાં તાજેતરમાં ઘર કંકાસ થતા એક બંદૃુકધારીએ પોતાના પરિચિતના ઘરે જઇ આઠ બાળકોન્ો મોતના ઘાટ ઉતારાર્યા હતા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત આ છે કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧૧૦ દિૃવસોમાં અમેરિકામાં બંદૃુક દ્વારા કરાતી હિંસાનું પ્રમાણ બ્ોવડું થયું છે.
આ આંકડા દૃર્શાવે છે કે, સાધન-સંપન્ન અન્ો અઢળક સુખ સગવડના સાધનો હોવા છતાં અમેરિકાના નાગરિકોમાં હતાશા છવાઇ છે અન્ો આથી ત્ોઓ બંદૃૂકનો સહારો લેતા નજરે પડી રહૃાા છે. ગત વર્ષના આંકડા પર નજર નાખવામાં આવે તો અમેરિકામાં બંદૃુકથી થતી િંહસાના કારણે દૃર વર્ષે ૩૦થી ૪૦ હજાર લોકોનું મોત થાય છે. અમેરિકામાં લોકોન્ો બંદૃૂક સાથે પ્રેમ છે ત્ો વાતની ધારણા આ પરથી કરી શકાય છે કે, ત્યાં જેટલી વસ્તી છે ત્ોનાથી ડબલ બંદૃૂકો છે. વર્ષ ૨૦૧૯માં લાસવેગાસમાં સામૂહિક ગોળીબાર થયો હતો જેમાં ૫૦થી વધુ લોકોના મોત થયા હતા, બંદૃૂક સરળતાથી મળવાના કારણે અમેરિકા આજે એક એવા સંકટમાં ફસાયું છે કે, જ્યાંથી નિકળી જવું હવે સરળ રહૃાું નથી. અમેરિકામાં બંદૃુકથી આત્મહત્યા કરનારાઓની સંખ્યા વિશ્ર્વના અનેક દૃેશો કરતા વધુ છે. અમેરિકાનું બંધારણે ત્ોમના નાગરિકોન્ો હથિયાર સાથે રાખવું તથા ત્ોન્ો લઇ જવાનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી અમેરિકામાં ‘બંદૃૂક સંસ્કૃતિનું નિર્માણ થયું છે.
અમેરિકાની સંસદૃમાં આ મામલે ઘણીવાર ચર્ચા થઇ છે પરંતુ આ સમસ્યાનું સમાધાન થયું નથી એટલું જ નહીં હવે અમેરિકામાં આ સમસ્યા વધુ વિકરાળ બની છે. આખુ અમરિકા આ મામલામાં બ્ો વિભાગમાં વહેચાઇ ગયું છે. એક પક્ષ બંધારણે જે અધિકાર આપ્યો છે કે, શસ્ત્ર સાથે રાખવું ત્ોની તરફેણ કરે છે જ્યારે બીજો પક્ષ બંદૃૂકની સંસ્કૃતિ પર નિયંત્રણ માગ્ો છે. સમજવાની વાત આ છે કે, કોઇ અધિકાર જો માનવતાનો દૃુશ્મન બન્ો તો શું આવી આઝાદૃી પર અંકુશ મૂકવો જોઇએ ત્ોમ ગંભીરતાથી વિચારવું જોઇએ નહીં? યુરોપના અન્ય દૃેશો પણ આ સમસ્યાનો સામનો કરી રહૃાા છે.
ભારતમાં આ બાબતમાં હજુ એટલી િંચતા પ્રસરી નથી, પરંતુ ભારતમાં પણ બંદૃૂક રાખવી એ પ્રતિષ્ઠાનો વિષય બની ગયો છે. ભારતમાં લાઇસન્સ વાળી બંદૃૂક સરળતાથી મળે છે. પરંતુ દૃેશમાં ગ્ોરકાદૃેસર હથિયારો રાખવા વાળાની સંખ્યા વધી છે. હથિયારનો ઉપયોગ આત્મરક્ષા માટે કરવો જોઇએ હથિયારોથી કોઇની િંહસા કરવી જોઇએ નહીં.
અમેરિકાનું ગન કલ્ચર (બંદૃૂક સંસ્કૃતિ) વિશ્ર્વના અન્ય દૃેશો કરતા ઘણી અલગ અન્ો જટિલ છે ન્ો ત્યાના ઇતિહાસ, કાયદૃા અન્ો સામાજિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. અમેરિકાના બંધારણનો બીજો સુધારો નાગરિકોન્ો શસ્ત્રો રાખવાનો અન્ો સાથે રાખવાનો અધિકાર આપ્ો છે આ અધિકારન્ો ત્યાંના લોકો વ્યક્તિગત સ્વતંત્રતાનું પ્રતિક માન્ો છે. અમેરિકાના શરૂઆતના દિૃવસોમાં બંદૃૂકો શિકાર, આત્મરક્ષણ અન્ો જંગલી જાનવરોથી બચવા માટે અનિવાર્ય સાધન હતું ક્રાંતિકાર યુધ્ધ દૃરમિયાન બ્રિટીશ શાસન સામે લડવામાં નાગરિકોની બંદૃૂકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકામાં લોકો પાસ્ો અંદૃાજે ૪૦ કરોડથી વધુ બંદૃૂકો છે. આશરે ૪૨ ટકા અમેરિકન પરિવારોમાં ઓછામાં ઓછી એક બંદૃૂક હોય છે તાજેતરમાં મહિલાઓ અને લઘુમતિઓમાં બંદૃૂક ખરીદૃવાનું પ્રમાણ વધ્યું છે. આજે મોટાભાગના અમેરકાના નાગરિકો શિકાર કરતા આત્મરક્ષણ માટે બંદૃૂક રાખે છે. અમેરિકામાં ન્ોશનલ રાઇફલ, એસો. જેવા સંગઠનો દ્વારા બંદૃૂક રાખવાનું સમર્થન કરવામાં આવે છે વધતી જતી સામૂહિક ગોળીબારની ઘટનાના કારણે આ જૂથ કડક કાયદૃાની માગ કરે છે. ત્ોઓ ઇચ્છે છે કે, બંદૃૂક ખરીદૃનારનું બ્ોક ગ્રાઉન્ડ ચેક થાય અને ઘાતક હથિયારો પર પ્રતિબંધ મૂકવામાં આવે.
અમેરિકામાં બંદૃૂક દ્વારા થતી આત્મહત્યા અન્ો હત્યાઓના આંકડા અન્ય વિકસિત દૃેશો કરતા ઘણાં વધારે છે. શાળાઓમાં થતા હુમલાઓ ત્યાં એક ગંભીર િંચતાનો વિષય છે જે બાળકની માનસિક સ્થિતિ પર અસર કરે છે.
