‘ભારતની સૌથી વિશ્ર્વસનીય ચા બ્રાન્ડ’ અને ‘સૌથી ઇચ્છનીય FB બ્રાન્ડ’
વાઘ બકરી ટી ગ્રુપને ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી (TRA ) દ્વારા બે પ્રતિષ્ઠિત સન્માનોથી બહુમાન કરવામાં આવ્યું છે. – ‘મોસ્ટ ટ્રસ્ટેડ ટી બ્રાન્ડ ઑફ ઇન્ડિયા 2026’ અને ‘મોસ્ટ ડિઝાયર્ડ એફ એન્ડ બી બ્રાન્ડ 2026’. આ માન્યતાઓ બ્રાન્ડની વિશ્વસનીયતા, ગુણવત્તા અને ગ્રાહકો સાથેના મજબૂત જોડાણને વધુ મજબૂત બનાવે છે.
ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી દ્વારા આપવામાં આવેલા આ સન્માન મજબૂત ગ્રાહક સંશોધન અને વિશ્લેષણ પર આધારિત છે. ‘મોસ્ટ ટ્રસ્ટેડ ટી બ્રાન્ડ ઑફ ઇન્ડિયા 2026’ રેન્કિંગમાં બ્રાન્ડ ટ્રસ્ટ, ગ્રાહક અનુભવ અને ભાવનાત્મક જોડાણ જેવા માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જ્યારે ‘મોસ્ટ ડિઝાયર્ડ એફ એન્ડ બી બ્રાન્ડ 2026’ અભ્યાસમાં ગ્રાહકોમાં આકર્ષણ, અપેક્ષા અને ખરીદીની ઇચ્છા જેવા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.
વાઘ બકરી ટી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈએ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સન્માન પ્રાપ્ત કરવું અમારા માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. વિશ્વાસ હંમેશા વાઘ બકરીની સફરનો પાયો રહ્યો છે અને આ માન્યતા લાખો ગ્રાહકોના અમારા પ્રત્યેના અતૂટ ભરોસાને વધુ દ્રઢ બનાવે છે. છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી અમે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ચા પીરસવા માટે કટિબદ્ધ રહ્યા છીએ, જેનું પરિણામ છે કે આજે અમે વિશ્વના 60 થી વધુ દેશોમાં ચા પ્રેમીઓની પ્રથમ પસંદગી બન્યા છીએ. આ સિદ્ધિ અમને ગ્રાહકોના વિશ્વાસને સાર્થક કરવા અને સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા આગળ વધવા માટે નવી પ્રેરણા આપે છે.’
