રાજકોટના તમામ મતદાન બૂથ આજથી ચૂંટણી પંચના કબજામાં

19 હજારથી વધુ કર્મચારીઓ ઈવીએમ સાથે પહોંચશે મતદાન મથક પર

રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા અને જીલ્લા પંચાયત તેમજ ગોંડલ ન ગરપાલિકાની આગામી તા.26ને -રવિવારે યોજાનારી ચૂંટણીના આડે હવે મા ગણત્રીના કલાકો જ બાકી રહ્યા હોય સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શકતાથી યોજવા માટે જીલ્લા વહીવટી તંત્ર સજજ બની ગયું છે. આવતીકાલે તા.25ને શનિવારે ચૂંટણી ફરજ પર મુકાયેલા કર્મચારીઓ રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટરો પરથી ઈવીએમ (વોટીંગ મશીનો સાથે) એસટીની ખાસ બસ સહિતમાં રવાના થઈ પોતપોતાના મતદાન મથકોનો કબ્જો સંભાળી લેશે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં તા.26ને રવિવારના મતદાન સવારના 7થી સાંજના 6. વાગ્યા સુધી થનાર છે.
મતદાનની આ પ્રક્રિયા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજય ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ પ્રતિબંધાત્મક આદેશ કરી દેવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડની 72 બેઠકોની ચૂંટણી માટે 1014 મતદાન મથકો પર 8948 પોલીંગ સ્ટાફ તૈનાત કરવામાં આવેલ છે.
આવી જ રીતે જીલ્લા પંચાયતની 36 અને તાલુકા પંચાયતની 202 બેઠકો માટેની ચૂંટણી માટે 1186 મતદાન બુથો પર 8480 પોલીંગ સ્ટાફને ફરજ સોપવામાં આવી છે. જયારે ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે 1702 પોલીંગ સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે. ગોંડલ ન ગરપાલિકાની ચૂંટણી માટે 58 બુથો નિયત કરવામાં આવેલ છે.
જીલ્લાના સ્થાનિક સ્વરાજની આ વધુ ચૂંટણીમાં 19000થી કર્મચારીઓનો કાફલો ફરજ પર મુકવામાં આવેલ છે આજે સાંજના પાંચ વાગ્યાથી પ્રચાર પડઘામાં શાંત થતા જ લાઉડસ્પીકરો અને જાહેર સભાઓ મારફત થતા પ્રચાર પ્રસાર પર રોક લાગશે. જોકે ઉમેદવારો ગ્રુપ મીટીંગો અને ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી મતદારોને મત આપવા માટે રીઝવી શકશે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી માટે જીલ્લામાં 2255 જેટલા મતદાન બુથો નિયત કરવામાં આવેલ છે. દરેક મતદાન બુથો પર મતદારોની સંખ્યાનો ક્રાઈટ વિસ્તાર 1200 નકકી કરવામાં આવેલ છે. જીલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી યોજાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ-તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મતદારો તેનું નામ જોઈ શકાશે
ખાનગી એકમના કર્મચારીઓને ત્રણ કલાક રજા આપવા શ્રમ મંત્રાલયનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026નું મતદાન આગામી તા.26/04ના રોજ યોજાનાર છે, રાજકોટ શહેરમાં રહેતા અને 18 વર્ષ થી વધુ વય ધરાવતાં લોકો પોતાનું નામ મતદાર યાદીમાં જોઈ શકે તે માટે રાજય ચૂંટણી આયોગ-ગાંધીનગર દ્વારા પોતાની વેબસાઈટ તયભ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ પર જયફભિવ ઢજ્ઞીિ ગફળય સિલેક્ટ કરી પોતાના નામની વિગતો અથવા ઊઙઈંઈ ચૂંટણી કાર્ડના નંબરની વિગતો દાખલ કરી તેની વિગતો જાણી શકશે તેમજ આ માટેની લિંક મહાનગરપાલિકાની વેબસાઈટ ૂૂૂ.ળિભ.લજ્ઞદ.શક્ષ પર પણ મુકવામાં આવેલ છે. આ સુવિધાનો લાભ રાજકોટના મતદારોને લેવા તેમજ બહોળા પ્રમાણમાં મતદાન કરવા આથી અનુરોધ કરવામાં આવેલ છે.
મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈપણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડિક રજા ચુંટણીનાં દિવસ તા.26/04નાં રવિવારનાં રોજ ન આવતી તેવા કર્મચારી/કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારો ને મતદાન માટે વારાફરતી ત્રણ કલાક ની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખી ને અવેજીમાં/બદલીમાં મતદાન નાં દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.
મ્યુ. કોર્પો.ના વોર્ડ નં. 10થી 12 માટે ક્ન્ટ્રોલરૂમ ધમધમશે
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન આગામી તા.26ને રવિવારે યોજાનાર છે. જે અન્વયે વોર્ડ નં.10 થી 12ના નિયત થયેલા મતદાન મથકો ખાતે સવારના 7 સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. જે માટે તા.26ના સવારના 6 થી સાંજના 7 વાગ્યા સુધી કંટ્રોલરૂમ ધમધમશે. આ ક્ધટ્રોલરૂમનો ટેલીફોન નં. 0281-2990130 છે તેમજ ઇ-મેઇલ નં.જ્ઞિ.ળિભૂફમિ.ક્ષજ્ઞ.101112લળફશહ.ભજ્ઞળ છે.

રિલેટેડ ન્યૂઝ