અમરેલીમાં કારે ઠોકરે લેતા બાઈક ચાલકનું મોત
અમરેલી તાલુકાના વાંકિયા ગામે રહેતાં અને કડીયા કામ કરતા ધનજીભાઇ પુનાભાઇ જુવાદરીયા નામનાં 60 વર્ષીય વૃધ્ધ ગત તા.22 બપોર પછી આશરે સાડા ચારેક વાગ્યાના સમયે વાકિયા ગામે કડીયા કામ કરતા હોય ત્યારે દિવાલનો ભાગ ધનજીભાઇ પુનાભાઇ જુવાદરીયા ઉપર પડતા તેમને ડાબા પગના સાથળના ગાળાના ભાગે ગંભીર ઇજા થતા લોહી નીકળેલ જમણા પગે ફેક્ચર થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
અમકેસી : કારે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
અમરેલીના ચિતલ રોડ ઉપર રહેતાં તેજસભાઇ ભરતભાઇ પારેખના પિતા ભરતભાઇ પારેખ ગત તા.22 ના રોજ અમરેલીના લાઠી રોડ ઉપરથી નં.ૠઉં-14-છ-2663 ચલાવી અમરેલી સિવીલ હોસ્પીટલના પાછળનો ગેઇટ પાસ કરી સુખનિવાસ કોલોની તરફ જતા હતા તે દરમ્યાન એક કાર નં.ૠઉં-14-ઇૠ-7835ના ચાલકે ડાબી કે જમણી સાઇડમા જોયા વગર પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇથી રીતે માનવજીંદગી જોખમાય તેમ ચલાવી ભરતભાઇ પારેખના મોટર સાયકલ સાથે અથડાવી દઈ તેમને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવી દીધાની અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
