બોટાદના ક્રિકેટર મીત ગજજરની સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી

ટી.20 ટીમમાં સ્થાન મળ્યું: જિલ્લામાં ઉત્સાહનો માહોલ

રાજકોટ સ્થિત જફીફિતવિિંફ ઈશિભસયિં અતતજ્ઞભશફશિંજ્ઞક્ષ દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા તા. 19/04/2025ના રોજ પાળીયાદ ખાતે ટેન્ટેટિવ-23 ટીમ માટે સિલેક્શન કેમ્પ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાત સિલેક્ટરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે ખેલાડીઓની પ્રતિભા, ટેકનિક અને રમતિયાળ વલણનું નિષ્પક્ષ અને વ્યાવસાયિક મૂલ્યાંકન કર્યું હતું.આ ગૌરવપૂર્ણ પ્રક્રિયામાં બોટાદ જિલ્લાના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર મીત ગજ્જરે પોતાની ઉત્તમ રમત, અવિરત મહેનત અને અડગ લગનના બળ પર ટ્વેન્ટી-23 ટીમમાં સ્થાન મેળવી જિલ્લામાં ગૌરવની લાગણી પાથરી છે. તેમની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નહીં, પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્ર માટે ગર્વનો વિષય બની છે.આ પ્રસંગે બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેબલીયા, હેડ કોચ કિરણ સોલંકી તેમજ ગજ્જર સમાજના આગેવાનો અને અમદાવાદ સ્થિત જઙઈંજ (જફમિફિ ઙફયિંહ ઈંક્ષતશિિીંંયિં જ્ઞર જાજ્ઞિતિં) ના ચીફ કોચ, રણજી ટ્રોફી પ્લેયર અને ઇઈઈઈં લેવલ-2 સર્ટિફાઇડ કોચ કલ્પેશભાઈ પાટડીવાળાએ મીત ગજ્જરને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આ સિદ્ધિ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.તેમણે આશા વ્યક્ત કરી કે મીત ગજ્જર ભવિષ્યમાં પણ સતત પ્રગતિ કરતા રહી વધુ ઊંચાઈઓ સર કરશે અને ક્રિકેટ ક્ષેત્રે નવા કીર્તિમાનો સ્થાપશે.મીત ગજ્જરની આ ઉપલબ્ધિ અનેક યુવા ક્રિકેટરો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થશે અને બોટાદ જિલ્લાના ક્રિકેટ ક્ષેત્રમાં નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનું સંચાર કરશે.

રિલેટેડ ન્યૂઝ