બોટાદમાં બાળકને ઝુંટવી ભાગતા પતિ પાસેથી લઈ માતાને પરત આપતી 181

ઘર કંકાસમાં પતિની કરતુત: અભયમની ટીમ દ્વારા કાર્યવાહી

181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં તાજેતરમાં જ એક ઘટના ધ્યાન પર આવેલ હતી જેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવેલ કે તેણીનો પતિ ત્રણ માસના બાળકને હાથમાંથી બળજબરી પૂર્વક ખેંચીને ગામમાં ભાગે છે, મદદની જરૂર છે. આ પ્રકારની માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા પોલીસ કોન્સ્ટેબલ બારૈયા ભાવનાબેન તેમજ પાયલોટ સોલંકી હિતેશભાઈ ઘટના સ્થળ પર 112 જનરક્ષક ટીમ સાથે મહિલાની મદદ માટે પહોંચેલ હતા, મહિલાના પતિ જે દિશા તરફ ગયા હતા તેની વિગતો ગ્રામજનો પાસેથી મેળવીને તે દિશા તરફ આગળ વધી મહિલાના પતિ સુધી પહોચવામાં સફળતા મેળવેલ હતી. ત્રણ માસનું બાળકના આરોગ્યને ધ્યાનમાં રાખી પતિ પાસેથી બાળક છોડાવી હેમખેમ તેની માતાના ખોળામાં સોંપ્યું હતું. 181 અભયમ ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા ફરિયાદની વિગતોમાં જણાવેલ કે તેમને લગ્નને 15 વર્ષ જેટલો સમયગાળો થયેલ છે, સંતાનમાં ત્રણ બાળકો છે તેના પતિ સાત વર્ષથી અવાર-નવાર ચારિત્ર્ય પર કુશંકા કરી, ઘરમાં સી.સી.ટી.વી કેમેરા લગાવેલ હતા જેથી પત્નીની રોજ-બરોજની દિનચર્યાની માહિતી મળે ઉપરાંત સતત ધ્યાન નજર સમક્ષ રાખીને નાની નાની બાબતોમાં ટોકીને માનસિક પજવણી કરતા હતા. મહિલા પર શંકાનું પ્રમાણ એટલું વધી ગયું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહારની મનાઈ ફરમાવવામાં આવેલ હતી. મહિલાના આત્મસન્માનને હાની પહોચતા અને પતિના આ વર્તનથી ખૂબ જ ત્રસ્ત થઈને તેના પિયરમાં જવાનો નિર્ણય લીધેલ હતો અને આ વાતની જાણ પતિને થતા બાળકને કાળઝાળ ગરમીમાં લઈને ગામમાં દોડધામ કરવા લાગેલ હતા.181 ટીમ અને 112 ટીમે મહિલાના પતિને સમજાવેલ ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગેની બાબતો વિષે સમજ કરેલ પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને જીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કરી ભવિષ્યમાં ફરિવાર ઝઘડા ન થાય તે માટે ગઢડા ઙઇજઈ સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમગ્ર કેસ ઙઇજઈ ગઢડા ખાતે મોકલી આપેલ હતો. આ ઘટનામાં ઙઇજઈ ના કાઉન્સેલર બધેકા ક્રિષ્નાબેન એ આગળની કાઉન્સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ હતી.

રિલેટેડ ન્યૂઝ