ફરાર, ઈનામી આરોપીઓને પકડવા પોલીસના રાજસ્થાન, યુ.પી., એમ.પી., હરિયાણામાં ધામા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રૂરલ એકશનમાં આવી છે અને મર્ડર, અપહરણ સહિતના ગંભીર ગુનાના ફરાર આઠ આરોપીને અલગ અલગ રાજ્યમાંથી પકડી પાડી કાર્યવાહી કરી છે.
રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2026 અંતર્ગત ગંભીર પ્રકારના તેમજ ગુનાઓનામાં ફરાર અને ઈનામી આરોપીઓને પકડવા તા.07/04/2026 થી તા.21/04/2026 સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રાઇવ દરમ્યાન રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના નેતૃત્વ અને માર્ગદર્શન મુજબ ગ્રામ્ય જીલ્લા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી પેરોલ/ફર્લો/વચગાળા ફરાર કેદી તેમજ લીસ્ટેડ-ઇનામી જાહેર કરેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની આપેલ સૂચનાથી એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઇ પી.એન.ભરવાડ અને ટીમ દ્વારા ટેકનીકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ખાનગી બાતમીદારો મારફતે અલગ-અલગ રાજયોના ફરાર આરોપીઓને લોકેટ કરી તમામ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા માટે અલગ-અલગ રાજ્યો જેવા કે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા, હરીયાણા, ઓરીસ્સા જેવા રાજયોમાં અલગ-અલગ ટીમોને મોકલવામાં આવેલ હતી. જે અલગ અલગ ટીમ દ્વારા જેતપુર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં છેલ્લા 27 વર્ષથી ફરાર લીસ્ટેડ આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો આરોપી વીરેન્દ્ર ભુરાલાલ પટેલ (રહે. મુકુંદપુર ગામ, ઉત્તરપ્રદેશ) ને હરિયાણાના રોહતક જીલ્લામાંથી પકડી પાડેલ હતો. જસદણ પોલીસ મથકના છેતરપીંડીના કામે છેલ્લા 16 વર્ષથી ફરાર લીસ્ટેડ આરોપી ભદ્રાયુ ઉર્ફે ભોળા ડાયા પટેલ (રહે. વડોદરા, વાઘોડીયા, કસ્તુરબા ફળીયા, હાલ રહે. તેલંગણા) ને હૈદરાબાદ ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે જસદણ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
વિરપુર પોલીસ મથકના હત્યા, આર્મ્સ એકટના ગુનામાં છેલ્લા 13 વર્ષથી ફરાર લીસ્ટેડ તેમજ ઇનામી આરોપી રોહન બચ્ચા પ્રાસદ રાવત (યાદવ) (રહે. ગોરખપુર, ઉત્તર પ્રદેશ) ને ગોરખપુર ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરેલ હતી. વિંછીયા પોલીસ મથકના દારૂ સપ્લાયના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર લીસ્ટેડ તેમજ ઇનામી આરોપી શૈલેન્દ્ર ઉર્ફે મુકેશ પુરબારામ ગૌદારા (રહે. .હનુમાનઢ, રાજસ્થાન) ને પોતાના વતન રાજસ્થાન ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે વિંછીયા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. મેટોડા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનના ચોરીના છેલ્લા 01 વર્ષથી ફરાર લીસ્ટેડ આરોપી નિતીન ગોપસીંગ મોહનીયા (રહે.બીલીયા ગામ, દાહોદ) ને તેના વતન બિલીયા દાહોદ ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરી હતી. જ્યારે તે જ ચોરીના ગુનામાં ફરાર આરોપી રાજ લલીત સોની (રહે.અલીરાજપુર, મધ્યપ્રદેશ) ની તપાસ કરતા આરોપી હાલ રાજસ્થાનની કોટા સેન્ટ્રલ જેલ રાજસ્થાન ખાતે સજા ભોગવતો હોય જેથી તેનો કબ્જો મેળવવા મેટોડા જી.આઇ.ડી.સી પોલીસને જાણ કરી આરોપીની અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે. મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા 9 વર્ષથી ફરાર લીસ્ટેડ તેમજ ઇનામી આરોપી દેબાશીશ ઉર્ફે દેવાશી ઉર્ફે કાનુ મદન બારીક (ઉ.વ.ર8, રહે. કુડીયા, ઓરીસ્સા) ને તેના વતન ઓરીસ્સા ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરેલ હતી. જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના પોકસો, અપહરણ સહિતની કલમના ગુનાના કામે છેલ્લા 3 વર્ષથી ફરાર લીસ્ટેડ તેમજ ઇનામી આરોપી સંદિપ ગોકરણ પાસવાન (રહે. ઝરવા ગામ , ઉત્તરપ્રદેશ) ને તેના વતન ઉત્તરપ્રદેશ ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરેલ હતી.
જે આરોપીને પકડવા એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી સહિતના સ્ટાફે કામગીરી કરેલ હતી.
