તા. 12 મેથી 22 મે સુધી ટ્રેન દોડાવશે : 10 દીની યાત્રામાં તિરૂપતિ બાલાજી, મદુરાઈ, મિનાક્ષી મંદિર વગેરેનો સમાવેશ
ભારત ગૌરવ ટ્રેન દ્વારા આઈઆરસીટીસી (ભારતીય રેલવે કેટરીંગ એન્ડ ટુરિઝમ કોર્પો. લિ.) દ્વારા આગામી તા.12 મેથી 22મી મેથી 22મી મે સુધી દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા ટ્રેન દોડાવવામાં આવશે આ ટ્રેનમાં પવિત્ર યાત્રાધામ તિરૂપતિ બાલાજી, રામનાથ સ્વામી, જયોતિર્લિંગ મંદિર, મીનાક્ષી મંદિર, ક્ધયાકુમારી મલ્લિકાર્જુન સહિતનો સમાવેશ કરાયો છે.
10 રાત્રિ -11 દિવસની આ સફરમાં ચા-કોફી, લંચ, ડીનર હોટલ રૂમ સહિતની સુવિધા રહેશે. આ ટ્રેન તા.12-5-26ના રોજ રાજકોટથી પ્રસ્થાન કરશે. ટ્રેનમાં સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત સ્થળોએ બોર્ડીંગ રહેશે આ ટ્રેન તા.13 પૂણે, તા.14 રેણુગુંટા, તા.16 રામેશ્ર્વર, તા.17 મદુરાઈ, તા.18 ક્ધયાકુમારી, તા.20 મલ્લિકાર્જુન તા.22ના રોજ પરત રાજકોટ આવશે. આ ટ્રેનમાં વ્યકિત દીઠ પેકેજ ખર્ચ ઈકોનોમી કલાસ રૂા.21525, 3/એસી રૂા.39105, 2/એસી રૂા.48185 રહેશે. એલટીસી માન્ય ટુર હોવાથી સરકારી કર્મચારીઓને ટ્રેન અનુકુળ રહેશે. વેબસાઈટ પર બુકિંગ ઉપલબ્ધ રહેશે.
