હોર્મુઝમાં 282 જહાજ ફસાયેલા; નાકાબંધી ન હટે ત્યાં સુધી ખાડી નહીં ખુલે: ઇરાન

સીઝફાયર વચ્ચે પણ હોર્મુઝ મામલે તનાવ જારી

ઇરાની સંસદના અધ્યક્ષની સ્પષ્ટ જાહેરાત: કબ્જે કરેલા બે જહાજોના વીડિયો જારી

મધ્યપૂર્વના યુધ્ધમાં સીઝફાયર છતાં હોર્મુઝને કારણે તનાવ દુર થતો નથી અને ગમે ત્યારે ફરી જંગ શરૂ થવાની આશંકા છે જ્યારે ઇરાને વધુ એક વખત સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી ચાલુ રહેશે જ્યાં સુધી તેને ખોલવામાં નહીં આવે.
હોર્મુઝ સ્ટ્રેટમાં 282 જહાજો ફસાયેલા છે. ગઇકાલે 3 જહાજ પસાર થયા હતા. હજુ 85 ટેન્કર જહાજ, 120 માલવાહક જહાજ અને અન્ય 75 જહાજ ફસાયેલા હોવાનું હોર્મુઝ સ્ટ્રેટ મોનિટરના રીપોર્ટમાં કહેવાયું છે.
ઇરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબફે કહ્યું કે નાકાબંધી મારફત ઉલ્લંઘન ન થતું હોય તો જ યુધ્ધવિરામ ગણાય. આ રીતે નાકાબંધી સ્વીકારી ન શકાય અને ઇરાન હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું ન મુકી શકે.
અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધ વિરામથી એકબીજા પરના હુમલા બંધ હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટને કારણે તનાવ ઓછો થતો નથી. આ મહત્વનો વ્યાપારી દરિયાઇ માર્ગ હોવાના કારણોસર માર્કેટ-સપ્લાય ચેઇન પર યથાવત છે. બન્ને પક્ષો એક બીજાને દબાણમાં લાવવા માટે આર્થિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.
હોર્મુઝ મડાગાંઠને કારણે સૌથી મોટી અસર ક્રૂડતેલ પર છે. ક્રૂડની સપ્લાય ઠપ્પ હોવાના કારણોસર ભાવ ઉંચા જ છે.
સીઝફાયર વચ્ચે પણ હોર્મુઝમાં તનાવ જારી જ છે. અમેરિકા-ઇરાન એક બીજા વિરુધ્ધ કાર્યવાહી કરી જ રહ્યા છે. ઇરાને ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા તેમાંથી બેને બાનમાં લઇ લીધા હતા. અમેરિકાએ ઇરાનની નાની સૈન્ય બોટોની અવરજવર રોકવા આદેશ કર્યો છે અને સમુદ્રમાં દેખાય તે સાથે જ ફુંકી મારવાનો સૈન્યને ઓર્ડર કર્યો છે. રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે હોર્મુઝ ખાડી ન ખુલે ત્યાં સુધી ક્રૂડતેલથી માંડીને સપ્લાય ચેઇનમાં રાહત મળી શકે તેમ નથી. દરિયાઇ પરિવહન નોર્મલ થાય તો જહાજ પરનું જોખમ પ્રીમીયમ દુર થાય એટલે વિવિધ ચીજોની કિંમત થઇ શકે ઉપરાંત સપ્લાયમાં રાહતથી ક્રૂડનો ભાવ 9 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.
જાણકારોએ એમ કહ્યું કે હોર્મુઝ ખાડી ખુલે તો પણ હાલ ફસાયેલા જહાજોનો જામ દૂર થવામાં ત્રણ સપ્તાહ લાગી શકે છે.

રિલેટેડ ન્યૂઝ