ડી.આર.યુ.સી.સી.ના પૂર્વ મેમ્બરે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા રેલ્વે બાબુઓ સામે ઠાલવ્યો રોષ
પોરબંદરના રેલ્વેસ્ટેશન કમ્પાઉન્ડમાં વર્ષોથી રાષ્ટ્રધ્વજ ફરકતો હતો. કેટલાક સમય અગાઉ તેને નહી ફરકાવીને સરકારીબાબુઓએ અપમાન કર્યુ હતુ ત્યારે હવે ફરી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નથી તેમ જણાવીને ડી.આર.યુ.સી.સી.ના પૂર્વ મેમ્બરે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા રેલ્વે બાબુઓ સામે ે રોષ ઠાલવ્યો છે.
ડી.આર.યુ.સી.ના પૂર્વ મેમ્બર કપિલભાઇ કોટેચાએ ડી આર એમ ભાવનગર ને લેખિત જાણ કરીને જણાવ્યુ છે કે મહાત્મા ગાંધીની ભૂમિ તેમજ સુદામાની નગરી હજુ આજે ભારત દેશનો ભાગ જ છે, આપને કદાચ એવી જાણકારી હશે પાકિસ્તાન કબ્જો કરવાના છે, તો આપના નોલેજ માટે આ દેશના સમર્પણ ભાવના સાથે જોડાયેલા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી છે ત્યાં સુધી પોરબંદર ભારતનો જ ભાગ રહેશે અને રહેશે જ, પોરબંદર રેલ્વે સ્ટેશનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા કેન્દ્ર સરકારે પૂરી વ્યવસ્થા ઊભી કરેલ છે છતાંય રાષ્ટ્રધ્વજ ન ફરકાવી દેશનું અપમાન વારંવાર કરો છો અગાઉ પણ અનેક વખત આપને મારે જાણ કરવી પડેલ છે,શા માટે પોરબંદર રેલ્વે સ્ટેશન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવતા નથી? આપના દ્વારા આ બાબત રાઇટીંગમાં ખુલાસો મને મળે તેવી આપને અપીલ છે.
