પ.બંગાળ-તમીલનાડુમાં આઝાદી બાદનુ સૌથી ઉંચુ મતદાન ઉંચુ મતદાન સતા પલટો! 2011માં મમતાએ ડાબેરીઓને પરાજીત કર્યા હતા

તમામ પાંચ રાજયોમાં વધેલી મતદાન ટકાવારીથી રાજકીય પક્ષો ભૂતકાળના આંકડા તપાસે છે: જો કે ‘જઈંછ’ ની ઈફેકટ પણ કારણ હોવાનું તારણ

નવી દિલ્હી: પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીમાં પહેલા તબકકામાં આસામ, કેરળ અને પુંડુચેરી અને બીજા તબકકામાં પશ્ર્ચીમ બંગાળની 152 તથા તામીલનાડુની તમામ 234 બેઠકો પર થયેલા મતદાન એ એક તરફ પરિણામનું સસ્પેન્સ વધારી દીધુ છે. આઝાદી બાદના કોઈપણ રાજયની વિધાનસભા ચૂંટણીમાં આટલું ઉંચુ મતદાન કદી નોંધાયુ નથી તો પ.બંગાળ, કેરળ જેવા ડાબેરી પ્રભાવિત રાજયોમાં પણ પ્રથમ વખત કોઈ મોટી હિંસા કે ગેરવ્યવસ્થા વગર મતદાન થયુ છે અને તેની પ્રથમ શાબાશી ચુંટણીપંચને જાય છે જેના પર મતદાર યાદી પુન: નિરીક્ષણની જે પ્રક્રિયા જેને જઈંછ ના નામથી જાણીતી બની હતી તે પછી મતદાન ઘટશે તેથી જે ચિંતા દર્શાવાતી હતી તે ખોટી સાબીત થઈ છે તો આ બમ્પર મતદાન કોના માટે આંચકો- કોના માટે લાભદાયી તે અંગે કોઈ ચોકકસ સંકેતો મળતા નથી. પ.બંગાળમાં જો ભૂતકાળના રેકોર્ડ જોઈએ તો 2011માં 85.55% મતદાન થયું છે અને 34 વર્ષ જુની ડાબેરી મોરચાની સરકારને પરાજયનો સામનો કરવો પડયો હતો અને પછી રાજયમાં 15 વર્ષથી મમતા સરકાર સતામાં છે પણ ગઈકાલનું મતદાન એ 2024થી લોકસભા ચુંટણીના 79.8% મતદાનથી પણ ઘણું ઉંચુ છે તો બીજી તરફ મહિલા મતદારો હવે નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. રાજયની 3.60 કરોડ મહિલાઓમાં 1.75 કરોડ મહિલા છે અને કાલે મતદાન મથકો પર મહિલાઓની જે કતાર હતી તે તેમની રાજકીય જાગૃતિ વધારે છે તે દર્શાવે છે. મતદાનની ઉંચી ટકાવારી જો સરકારને ફરી સતા પણ આપી છે. હવે જે 152 બેઠકો પર મતદાન થયું તે ગ્રામીણ ક્ષેત્ર વધુ હતા. હવે બીજા તબકકાના મતદાનમાં કોલકતા સહિતના શહેરી ક્ષેત્રો આવે છ તેથી ત્યાં મતદાનની ટકાવારી મહત્વની બની જશે. અહી જઈંછ ની અસર એટલે કે ગ્રામ્ય વિસ્તાર જેટલા મતદારો કપાયા નથી.
આ ચુંટણીમાં પંચે જે રીતે કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેથી કેન્દ્રીય દળોની 2407 કંપનીઓ 2193 કવીક રીસ્પોન્સ ટીમ અને 40000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત હતા.
તામિલનાડુમાં તમામ 234 બેઠકોમાં એક જ તબકકાનું મતદાન થયું અને પંચના પ્રોવિઝનલ આંકડા મુજબ 84.69% મતદાન થયું તો કરૂર જીલ્લામાં મતદાન 91.86% થયું છે. ચેન્નઈમાં 83% મતદાન થયું. રાજયમાં જઈંછની પ્રક્રિયા બાદ કુલ 6.41 કરોડ મતદારોમાંથી ઘટીને 5.73 કરોડ રહી ગયા હતા. લોકસભા ચુંટણીમાં ભૂતકાળમાં નાના રાજયોમાં 90 ટકાથી પણ છેક 96% સુધી મતદાન થયું છે

રિલેટેડ ન્યૂઝ