ભારે ગરમીને કારણે અનેક રાજ્યોમાં શાળાઓ બંધ

કેટલીક જગ્યાએ શાળાના સમયમાં ફેરફાર કરાયા છે

દૃેશના અનેક શહેરોમાં તાપમાનનો પાસો ૪૪-૪૫ ડિગ્રી આસપાસ પહોંચી ગયો છે. ભીષણ ગરમીની અસર શાળાઓ પર પણ પડી છે. અનેક રાજ્યોમાં ગરમીને કારણે ઉનાળું વેકેશન જાહેર કરી દૃેવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાએ શાળાનો સમય સવારનો નક્કી કરવામાં આવ્યો છે. તાપમાનના વધારાને કારણે ઘણા રાજ્યોમાં શૈક્ષણિક કેલેન્ડર પણ ખોરવાઈ ગયું છે. વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા માટે તત્કાલ પગલાં ભરવામાં આવ્યા છે.
છત્તીસગઢ: છત્તીસગઢમાં ગરમીને કારણે ઉનાળુ વેકેશન પડી ગયું છે. રાજ્યમાં ૨૦ એપ્રિલથી ૧૫ જૂન સુધી રજાઓ આપી દૃેવામાં આવી છે. ગરમીને કારણે ઉનાળુ વેકેશન નિર્ધારિત સમય કરતા બે સપ્તાહ વહેલું શરૂ થઈ ગયું છે.
ઓડિશા: ઓડિશામાં ગરમીને કારણે શાળાઓ ૨૭ એપ્રિલથી બંધ રહેશે. જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં ૨૨ એપ્રિલથી રજાઓ શરૂ થઈ ગઈ છે. જોકે પહાડી જિલ્લા દૃાર્જિંલગમાં શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ છે.
ત્રિપુરા: ત્રિપુરામાં ૨૪ એપ્રિલથી ૧ મે સુધી ફરજીયાત શાળાઓ બંધ રાખવામાં આવી છે.
ઝારખંડ: રાજ્યમાં ગરમીથી પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓને અસ્થાયી બંધ રાખવાની સલાહ અધિકારીઓએ આપી છે.
દૃેહરાદૃૂન: ઉત્તરાખંડમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહૃાો છે. રાજ્યમાં ૨૭ એપ્રિલ, સોમવારથી શાળાઓ બંધ રાખવાનો નિર્દૃેશ આપ્યો છે. આ નિર્દૃેશ આંગણવાડી કેન્દ્રો અને ધોરણ ૧થી ૧૨ની સરકારી અને ખાનગી શાળાઓને લાગૂ પડે છે.
દૃેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમીને કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટા ભાગની શાળાઓ સવારના સમયે ચાલી રહી છે.
ઉત્તર પ્રદૃેશ: સવારે ૭.૩૦થી બપોરે ૧૨.૩૦ સુધી
ઝારખંડ: સવારે ૭ કલાકથી ૧૧.૩૦ કલાક સુધી
બિહાર: સવારે ૧૧.૩૦ કલાક સુધી
મધ્યપ્રદૃેશ: સવારે ૧૧.૩૦ કલાકથી બપોરે ૧૨.૩૦ કલાક સુધી
ઓડિશા: સવારે ૬.૩૦ કલાકથી ૧૦.૩૦ કલાક સુધી
મહારાષ્ટ્ર: સવારે ૭ કલાકથી ૧૧.૧૫ કલાક સુધી
તો જે શૈક્ષણિક સંસ્થાઓ બંધ થઈ નથી તેના માટે આરોગ્ય જોખમને ઘટાડવા માટે ગરમી સુરક્ષા પ્રોટોકોલ લાગૂ કરવામાં આવ્યા છે. તેમાં મુખ્ય પગલું ’વોટર બેલ’ પહેલ છે, જે દિૃલ્હી અને ઉત્તરાખંડમાં અપનાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને હાઈડ્રેટેડ રહેવાની યાદૃ અપાવે છે. આ સિવાય દિૃલ્હી અને તેલંગણામાં સવારે ૧૧ કલાકથી સાંજે ૪ કલાક સુધી આઉટડોર એક્ટિવિટી અને ગેમ્સ બંધ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ