વિશ્ર્વના સૌથી ગરમ ૧૦૦ શહેરોમાં ૯૯ ભારતના:ઉત્તર પ્રદૃેશ હોટસ્પોટ
પ્રચંડ ગરમી વચ્ચે બિહારમાં હવામાન પલ્ટો:આંધીની ઝપટમાં કાચા મકાનો, વૃક્ષો, થાંભલા ધરાશાયી:કાળઝાળ ગરમીના લીધે અયોધ્યા રામમંદિૃરમાં દૃર્શનાર્થીઓની સંખ્યામાં ૬૦ ટકાનો ઘટાડો
દૃેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી થઇ રહેલી અગ્નિ વર્ષા અને ઉત્તર તથા મધ્ય ભારતમાં હીટવેવના એલર્ટ વચ્ચે બિહારમાં આંધી સાથે પડેલા ભારે વરસાદૃમાં પાંચ લોકોના મોત થયા છે. કાળઝાળ ગરમીના કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સ્કૂલો બંધ કરાઇ છે, તો દિૃલ્હી- એનસીઆર સ્કૂલોમાં સમય સવારનો કરી દૃેવામાં આવ્યો છે, બપોરના સ્કૂલ છુટતા ગરમીથી બચવા ત્ોમજ બાળકો કુલફીની લિજ્જત માણતા ઘેર જઇ રહૃાા છે.
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમી તથા હીટવેવ જેવી હાલતમાં સપડાયા છે. મહારાષ્ટ્રના આકોલામાં સૌથી વધુ 46.9 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે ઉત્તર, મધ્ય તથા પશ્ર્ચિમ ભારતના રાજ્યો માટે આકરી ગરમીનું ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે દેશના અનેક રાજ્યોમાં તાપમાન 40 થી 46 ડીગ્રીની રેન્જમાં હતું. આકોલામાં પારો 46.9 ડીગ્રી નોંધાયો હતો. સમગ્ર ઉત્તર, મધ્ય તથા પશ્ર્ચિમી રાજ્યોમાં આવતા દિવસોમાં હીટવેવની હાલત રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના ભાગોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે. અનેક વિધ હવામાન સિસ્ટમ સમગ્ર દેશના હવામાનને પ્રભાવિત કરી રહી છે. કેટલાંક ભાગોમાં રાતનું હવામાન પણ ઘણું ઉંચુ જ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ, સાયક્લોનિક સરક્યુલેશન અનેક ક્ષેત્રોમાં ટ્રફ જેવી અનેકવિધ સિસ્ટમથી હવામાન પ્રભાવિત છે.
પંજાબ, હરિયાણા, દિલ્હીથી માંડીને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં પ્રચંડ ગરમી વચ્ચે બિહારમાં હવામાન પલ્ટા સાથે વરસાદ-આંધી ત્રાટક્યા હતા અને તેમાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા. રાજ્યના 14 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કો-સિમાંચલ જિલ્લામાં મુશળધાર વરસાદ થયો હતો. પૂર્ણિપા જેવા જિલ્લાઓમાં કરા વરસ્યા હતા. સહરસા, સુપૌલ, કટીહાર સહિતના જિલ્લાઓમાં તેજ આંધી ફુંકાતા કાચા મકાનો ધરાશાયી થયા હતા. ઠેકઠેકાણે વૃક્ષો ઉખડી ગયા હતા. વિજળી પડવાથી પાંચ લોકોના મોત નિપજ્યા હતાં.
હવામાન વિભાગ દ્વારા ઉતર તથા ઉતર પૂર્વીય બિહારમાં તેજ આંધી, વરસાદ તથા વિજળી પડવાનું એલર્ટ જારી કરાયું છે. 50 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે. આવતીકાલે સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે અને આવતા ત્રણ દિવસમાં તાપમાનમાં 3 થી 4 ડીગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે.
અડધા બિહારમાં વરસાદ-આંધી વચ્ચે બાકીના ભાગોમાં કાળઝાળ ગરમી હતી. રોહતાસમાં તાપમાન 44.4 ડીગ્રી નોંધાયું હતું.
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની અસરો હવે માત્ર ચેતવણી નથી, પણ એક ભયાનક વાસ્તવિકતા બની ગઈ છે. વિશ્વના 100 સૌથી ગરમ શહેરોની યાદીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ 100માંથી 99 શહેરો એકલા ભારતના છે. સમગ્ર દેશ અત્યારે અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારત અત્યારે ગરમીનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, જ્યાં તાપમાનના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશ અત્યારે ગરમીના મામલે વિશ્વ સ્તરે ચર્ચામાં છે. વિશ્વના ટોપ 25 સૌથી ગરમ શહેરોની યાદીમાં 24 શહેરો માત્ર ઉત્તર પ્રદેશના નોંધાયા છે. યુપીનું બાંદા શહેર 47.4ઓઈ તાપમાન સાથે વિશ્વસ્તરે સૌથી ગરમ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત પ્રયાગરાજ અને વારાણસીમાં પણ પારો 45ઓઈ ને પાર કરી ગયો છે. કાળઝાળ ગરમી અને લૂના કારણે ઓડિશાના અનેક જિલ્લાઓમાં ’રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જે ક્લાઈમેટ ચેન્જની ગંભીરતા દર્શાવે છે.
અયોધ્યામાં સતત પડી રહેલી ભીષણ ગરમી અને લૂની અસર હવે રામલલાના દરબારમાં પણ જોવા મળી રહી છે.
તાપમાનનો પારો સામાન્ય કરતાં ઘણો ઉપર જતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના પગલે મંદિર ટ્રસ્ટ અને નગર નિગમ દ્વારા ભક્તો તેમજ પ્રભુ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
સામાન્ય દિવસોમાં દરરોજ એક લાખથી વધુ ભક્તો આવતા હતા, જે સંખ્યા હવે ઘટીને 40 હજારથી પણ ઓછી થઈ ગઈ છે.
અયોધ્યા નગર નિગમ દ્વારા રામ પથ અને આસપાસના વિસ્તારોમાં સ્પ્રિંકલર મશીનો દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
