દીવમાં પાયથન પ્રોગ્રામ લેંગવેજીસ ટ્રેનિંગ પૂર્ણ ડે. કલેક્ટર દ્વારા વિધાર્થીઓને સર્ટિફિકેટ આપી કરાયા સન્માનિત

દીવ એજ્યુકેશન હબ ખાતે ચાર માસ પહેલા વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં અને દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાના નેતૃત્વમાં અને ત્રીપલ આઈ.ટી.ના ડાયરેક્ટર ધમેન્દ્રસીંધની આગેવાનીમાં ત્રીપલ આઈ.ટી. દીવ અને દીવ એજ્યુકેશન વિભાગના પ્રયાસ સ્વરૂપે પાયથન પ્રોગ્રામ લેંગવેજીસ ટ્રેનિંગનું આયોજન થયું હતું આ ટ્રેનિંદગમાં દીવ જીલ્લાની શાળાના 50 વિધાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. અને ત્રીપલ આઈ.ટી. સેન્ટર ખાતે આ વિધાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગ પૂર્ણ થતા દીવ ડેપ્યુટી કલેક્ટર શીવમ મીશ્રા અને ડાયરેક્ટર ધમેન્દ્રસીંધના હસ્તે વિધાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. અને ભવિષ્યમાં કેવી રીતે ઉજ્જવળ કારકિર્દી બનાવી તે માટે ડેપ્યુટી કલેક્ટર માર્ગદર્શન આપ્યું હતું ટ્રેનિંગ મેળવ્યા બાદ વિધાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ