ખુદૃ શાહબાઝ શરીફે દૃુનિયા સામે કબૂલ્યું
દૃેવાના બોજ તળે દૃબાયેલું પાકિસ્તાન હવે સંપૂર્ણપણે આર્થિક પાયમાલીના આરે આવી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સૌથી ગંભીર અસર પાકિસ્તાનની અર્થતંત્ર પર પડી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતે વિશ્ર્વ સમક્ષ કબૂલાત કરી છે કે ઈરાન યુદ્ધે દૃેશની અર્થતંત્રને લકવાગ્રસ્ત કરી દૃીધી છે.અહેવાલો અનુસાર, બુધવારે આપેલા એક નિવેદૃનમાં શાહબાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં જે પણ આર્થિક સુધારા કર્યા હતા, તે યુદ્ધને કારણે ધૂળમાં મળી ગયા છે. યુદ્ધના કારણે દૃેશના ઓઈલ ખર્ચમાં ધરખમ વધારો થયો છે. યુદ્ધ પહેલા, પાકિસ્તાન દૃર અઠવાડિયે ઓઈલ પર આશરે ૩૦ કરોડ યુએસ ડોલર ખર્ચતું હતું. આજે, આ રકમ વધીને ૮૦ કરોડ યુએસ ડોલર થઈ ગઈ છે.પાકિસ્તાનમાં ઉર્જા સંકટ એટલું ઘેરું બન્યું છે કે દૃેશમાં હવે માત્ર એક અઠવાડિયું ચાલે તેટલો જ કાચા ઓઈલનો જથ્થો બચ્યો છે. ઉર્જા અને નાણા મંત્રાલયના અહેવાલ મુજબ, દૃેશ પાસે માત્ર ૫ થી ૭ દિૃવસનો સ્ટોક ઉપલબ્ધ છે.
