રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આવેદન પત્ર સુપ્રત કરાશે
સમગ્ર ભારત દેશમાં ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો તથા સન્માન મળે તે અભિયાન ચાલી રહ્યું છે. જે માટે આજે સાંજે દીવમાં ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા કલેક્ટરેટ કચેરીમાં મામલતદાર ધર્મેશ દમણીયાને આવેદન પત્ર સોંપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તથા પ્રશાસક પ્રફુલ પટેલને સુપ્રત કરાશે.
સેવાભવન કલેટ્ર કચેરી ખાતે રાષ્ટ્રીય ગૌરક્ષક સંગઠનના સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, સાધુ સંત, વૈદિક ચેરીટેબલ, ટ્રસ્ટ દીવ જીલ્લાની દરેક ગૌશાળાના સંચાલકો, ગૌરક્ષકો તથા આમ જનતા ઉપસ્થિત રહ્યા હતી. અને જય શ્રી રામ, ગૌમાતા કી જય, ગૌ સન્માનિત, ગૌ અભિયાન જેવા નારા લગાવ્યા ગૌસન્માનનો મુખ્ય ઉદ્દેશ ભારત માં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો ગૌ હત્યા માટે કાયદો ઘડવાનો, ગૌ સેવા પંચાયતની સ્થાપના કરવાનો અને ગાય આધારિત ખેતી સ્થાપિત કરવાનો છે.
