જામનગરના તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો કોલેજીયન યુવાન લાપત્તા, તપાસ તેજ

ઘરેથી કોલેજ જવાનું કહી નીકળ્યા બાદ પરત જ ન આવ્યો

જામનગરમાં તિરૂપતિ પાર્ક વિસ્તારમાં રહેતો એક કોલેજીયન યુવાન પોતાના ઘેરથી કોલેજ જવાનું કહીને નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગયો હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો છે. યુવકની માતા દ્વારા પોલીસમાં ગુમનોંધ કરાવતાં પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવાઇ રહી છે. જીગ્નાબેન સંજયભાઈ કાતરીયા દ્વારા તેમના પુત્ર ભાવિન સંજયભાઈ કાતરીયા (ઉંમર 19 વર્ષ, અભ્યાસ) ગુમ થયાની નોંધ કરાવવામાં આવી છે. ગુમ થયેલ કોલેજીયન યુવક પોતાના નિવાસસ્થાનેથી કોલેજ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તમામ પ્રયત્નો છતાં કોઈ પતો ન મળતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા ગુમ થયેલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

રિલેટેડ ન્યૂઝ