ઈરાન સંકટની અસર : ભારતીય બેંકોએ ખાડી દેશોમાં નવા બિઝનેસ પર લગાવી બ્રેક

બેંકો હવે ‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિમાં ; હાલનાં વ્યવહારો પર સતત દેખરેખ રાખીને નુકસાન અટકાવવા પ્રયાસ

મુંબઈ : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલાં સંકટને કારણે ભારતીય બેંકોએ ખાડી દેશોમાં નવું રોકાણ કરવાનું કે નવા બિઝનેસ સોદા કરવાનું અટકાવી દીધું છે. બેંકિંગ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, અત્યારે બેંકોનું સંપૂર્ણ ધ્યાન પોતાનાં જૂના અને ચાલું વ્યવહારો પર દેખરેખ રાખવા પર છે, જેથી બેંકની બેલેન્સ શીટ પર કોઈ નકારાત્મક અસર ન પડે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન સી. એસ. શેટ્ટીએ જણાવ્યું હતું કે, જોકે અત્યારે આ સંઘર્ષની બેંકના બિઝનેસ કે એસેટ ક્વોલિટી પર કોઈ સીધી અસર પડી નથી, પરંતુ બેંક સાવચેતી વર્તી રહી છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ખાડી દેશોની સ્થિતિમાં સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી અમે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશોમાં કોઈ નવો બિઝનેસ નહીં કરીએ. હાલનાં વ્યવહારોને અમે સંભાળી રહ્યાં છીએ અને તેમાં અત્યાર સુધી કોઈ અસર જોવા મળી નથી. પરંતુ અમારે થોડી રાહ જોવી પડશે. જો આ સંઘર્ષ આગામી પાંચ-છ મહિના સુધી ચાલું રહેશે, તો ભારતની આંતરિક અર્થવ્યવસ્થા પર તેની અસર જોવા મળી શકે છે.’
ઉલ્લેખનીય છે કે જઇઈંની વિદેશી લોન બુક 7.42 લાખ કરોડની છે, જે તેની કુલ એસેટના 15% છે. આ વિદેશી લોનમાંથી 14 ટકા હિસ્સો સંયુક્ત આરબ અમીરાત અને બહેરીનનો છે. તેની સરખામણીમાં અમેરિકાનો હિસ્સો 26 ટકા અને યુકેનો 18 ટકા છે. માત્ર જઇઈં જ નહીં, પણ પંજાબ નેશનલ બેંક જેવી અન્ય સરકારી બેંકો પણ આ વિસ્તારમાં નવું રોકાણ ટાળવાનો નિર્ણય લીધો છે. ઙગઇના સીઈઓ અશોક ચંદ્રાએ જણાવ્યું હતું કે, ‘વર્તમાન પરિસ્થિતિમાં આ એક સાવચેતીભર્યું પગલું છે. જ્યાં સુધી સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી અમે કોઈ નવું જોખમ નહીં લઈએ. અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે પરિસ્થિતિ કેવો વળાંક લે છે.’

રિલેટેડ ન્યૂઝ