જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન દ્વારા યોજાનાર “બ્રાસ મેક ભારત-2027” ટ્રેડફેરનું લોન્ચીંગ

તા.18 થી 20 માર્ચ-2027માં મુંબઈ ખાતે યોજાનાર છે આ ટ્રેડફેર

જામનગર ફેકટરી ઓનર્સ એસેસીએશન દ્વારા આગામી તા.18 થી 20 માર્ચ 2027 દરમ્યાન બોમ્બે એકઝીબીશન સેન્ટર,નેસ્કો, મુંબઈ ખાતે યોજાનાર ’બ્રાસ મેક ભારત-2027’ ટ્રેડફેરનું લોન્ચીંગ ગત તા. 16/05/2026 ને શનિવારના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા ના સાંસદ પુનમબેન માડમ ના હસ્તે, સુમેર સ્પોટર્સ કલબ, જામનગર ખાતે યોજવામાં આવેલ હતું. આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અમદાવાદના રીજીયોનલ સેક્રેટરી બિપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ રમણિકભાઈ પી. અકબરી, જીઆઈડીસી પ્લોટ/શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, વિવિધ સંસ્થાઓના હોદેદાર ઓ, કારોબારી સમિતિના સભ્યઓ તથા ઉદ્યોગકારમીત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.સમારંભની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ રામજીભાઈ એ. ગઢીયા એ તેમના સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત તમામને આવકારી ટ્રેડફેર મુંબઈ રાખવા પાછળનું પ્રયોજન જણાવેલ કે મુંબઈ એ ભારતનું અગ્રણી વ્યાપારિક અને ઔદ્યોગિક કેન્દ્ર હોવાથી જામનગરના બ્રાસઉદ્યોગકારોને નવા ગ્રાહક મેળવવા તથા નિકાશની તકો વધારવા, અત્યાધુનિક ટેકનોલોજી અને બજારના નવા ટ્રેન્ડસ અંગેની માહિતી પ્રાપ્ત કરવા તેમજ પોતાના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની સાથોસાથ ઉદ્યૌગકારોને બ્રાન્ડ વિઝિબિલિટી, માર્કેટ એકસ્પોઝર, અને બિઝનેશ એકસ્પાન્શન માટે વિશાળ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે જેનાથી નજીકના ભવિષ્યમાં નવા ઓર્ડર, વ્યાપારિક સહકાર અને ઉદ્યૌગોના સર્વાગી વિકાસને પ્રોત્સાહન મળશે અને દેશ-વિદેશના ખરીદદારો, આયાતકારો, ડીલર્સ, ઈન્ડસ્ટ્રીયલ પ્રતિનિધિઓ સાથે સીધી વ્યાવસાયીક મુલાકાત અને નેટવર્કીંગની ઉતમ તક ઉપલબ્ધ થશે. વિશેષમાં તેઓ એ જામનગરના બ્રાસઉધૌગકારોને આ ટ્રેડફેર ના માઘ્યમ થી તેમના ઉત્પાદનો વૈશ્વિક બજાર સમક્ષ મુકવાની તક મળશે.
આ પ્રસંગે બ્રાસ મેક ભારત ટ્રેડફેર 2027 ના પ્રોજેકટ ચેરમેન જીગ્નેશભાઈ બી. લાવટીએ ટ્રેડફેરના આયોજન વિશે તલસ્પશી માહિતી આપી, આ સમગ્ર આયોજન માટે રચાયેલા કમીટીની ઓળખાણ આપી હતી.ત્યારબાદ બ્રાસ મેક ભારત ટ્રેડફેર 2027 ના ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સીઈઓ સાનયાલભાઈ દેસાઈ એ તેમના વકતવ્યમાં જણાવેલ કે આ ટ્રેડફેરનો લાભ જામનગરના ઉદ્યૌગકારમીત્રોને મળી રહે તે માટે ભારત સરકાર ના ખજખઊ તથા અન્ય વિભાગોનો સહયેગ મેળવી જયાં બ્રાસપાર્ટસની મોટાપાયે નિકાશ/વેચાણ કરવામાં આવે છે ત્યાંના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખરીદદારે આ એકઝીબીશન દરમ્યાન ઉપસ્થિત રહે અને બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને ભારત સરકારના સંરક્ષણ, રેલ્વે, શીપીંગ, મરીન, ટ્રાન્સપેર્ટ, ઉર્જા, ભારે ઉદ્યગે, રાજય પરિવહન વિગેરે સાહસે આ એકઝીબીશનમાં ભાગ લે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ટ્રેડફેર દરમ્યાન વેન્ડર ડેવલેપમેન્ટ પ્રેગ્રામ, બી ટુ બી મીટીંગ યેજવાનું તથા ઐધગિક એકમે માટે લાભદાયી યેજનાઓ માટે વિવિધ વિષય પર સેમીનારો યોજવાનું પણ આયોજન છે.આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત સાંસદ પુનમબેન માડમે તેમના વકતવ્યમાં ટ્રેડફેરના આયોજન બદલ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના હોદેદાર ઓ તથા ટ્રેડફેર કમિટિના સભ્યોને અભિનંદન પાઠવી આ ટ્રેડફેરના આયોજનમાં જયાં પણ સહયોગની જરૂરીયાત હોય ત્યાં સહયોગ આપવા તત્પરતા દાખવી રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર ના ખજખઊ વિભાગને લગતી વિવિધ સહાય યોજના હેઠળ આર્થિક સહયોગ મળી રહે તે માટે પ્રયત્નો કરવા ખાતરી આપી હતી.ત્યારબાદ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ રામજીભાઈ એ. ગઢીયા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ કે. જોશી, માનદમંત્રી મેહુલભાઈ જોબનપુત્રા, સહમંત્રી બિપીનભાઈએ. સોરઠીયા, ખજાનચી હર્ષદભાઈ પી. પણસારા, ઓડીટર અશોકભાઈ આર. સોલંકી, એડીટર રાજુભાઈ એમ. ગાગીયા ના હસ્તે પુનમબેન માડમને મેમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. જયારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રચાયેલ ’બ્રાસ મેક ભારત-2027’ કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમ માનદમંત્રી મેહુલ ડી. જોબનપુત્રા એ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ