બે દિવસની રાહત બાદ ફરી કાળઝાળ ગરમી સુરેન્દ્રનગર 44.પ ડીગ્રીએ રાજયમાં સૌથી ગરમ શહેર

રાજકોટમાં 43.પ, અમરેલીમાં 43.3, ભુજમાં 4ર.6, કંડલામાં 4ર ડીગ્રીએ અંગ દઝાડતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા: રાજયના 10 શહેરનું તાપમાન 40 ડીગ્રીને પાર

રાજયમાં બે દિવસની રાહત બાદ રવિવારથી ફરી કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે. રાજયમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. મહતમ તાપમાનનો પારો 40 થી 44 ડીગ્રીને વચ્ચે રહેવાની આશંકા વ્યકત કરાઇ છે. રાજયમાં સુરેન્દ્રનગર 44.પ ડીગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું છે. જયારે રાજકોટમાં 43.પ અને અમરેલીમાં 43.3 ડીગ્રી તાપમાન નોંધાયું છે. રાજયના 10 શહેરમાં તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ વાતાવરણમાં એક સાયકલોનીક સકર્યુલેશન સીસ્ટમ સક્રિય થઇ છે. આ સિસ્ટમ સક્રીય થવાને કારણે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહયો છે અને પવનની ગતીમાં ફેરફાર થઇ રહયો છે. જો કે આ સીસ્ટમ છતા આગામી થોડા દિવસો સુધી તાપમાન ઉંચુ જશે.
અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડીગ્રીની આસપાસ નોંધાશે. બપોરના સમયે લોકોને બિનજરૂરી બહાર નહી નીકળવા અને પ્રવાહી પદાર્થોનું વધુ સેવન કરવાની સલાહ અપાઇ રહી છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનનું જોર પડતા રવિવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. તાપમાનના પારામાં બે થી ચાર ડીગ્રી સુધીનો અચાનક ઉછાળો આવ્યો છે. રવિવારે સુરેન્દ્રનગરમાં 44.પ ડીગ્રીએ પારો પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં ગરમ પવનો ફુંકાયા હતા. સુરેન્દ્રનગર શહેર રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જયારે રાજકોટમાં 43.પ ડીગ્રી, અમરેલીમાં 43.3, ભુજમાં 4ર.6, કંડલામાં 4ર ડીગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે અંગ દઝાડતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.
ભાવનગર
ભાવનગર શહેર માં બે દિવસ ગરમીમાં રાહત રહ્યા બાદ આજે રવિવારે ફરી તાપમાન વધીને 41.2 ડીગ્રી રહેતા અને ગરમ પવન ફેકાતા ગરમી નો પ્રકોપ વધ્યો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન પણ વધતા રાત્રી ગરમી વધી છે.આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 29.3 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 28 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 14 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

1પ જુનથી ચોમાસુ: ખેડુતો ખુશ
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળના દરીયાકાંઠેથી થતી હોય છે. આ વર્ષે ચોમાસુ તેના નિયત સમય કરતા થોડુ વહેલુ શરૂ થાય તેવા સંકેતો છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે ર6 મેની આસપાસ કેરળમાં ચોમાસુ દસ્તક આપશે. કેરળમાં વહેલા આગમનના પગલે ગુજરાતમાં પણ 1પ જુનની આસપાસ નિયમીત ચોમાસુ બેસી જવાની આશા રાખવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખેડુતોમાં આનંદની લહેર જોવા મળી છે. જો ચોમાસુ ધારણા મુજબ સારૂ રહેશે તો ખરીફ પાક જેવા કે કપાસ, મગફળી, ડાંગરના વાવેતરમાં મોટો ફાયદો થશે. આ સાથે જ આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઇની સમસ્યામાંથી રાજયને રાહત મળશે.

રિલેટેડ ન્યૂઝ