1ર કલાકમાં ર80 કિલો ચાંદી પકડાઇ : રાજકોટના વેપારીઓમાં ફફડાટ

રાજકોટના હીરાસર એરપોર્ટ પરથી રૂા. પ કરોડની 180 કિલો ચાંદી તથા અમદાવાદથી રાજકોટ આવતી લકઝરી બસમાંથી 100 કિલો ચાંદી જીએસટી વિભાગે ઝડપી: રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં સોંપો પડયો: ત્રણ વેપારીની પુછપરછ કરી બિલોની તપાસ શરૂ કરાઇ

રાજક્ોટ એરપોર્ટ ખાત્ોથી પોલીસ્ો અન્ો રાજક્ોટ લક્ઝરી બસમાં મુસાફરી ક્રતા વ્યકિત પાસ્ોથી ચાંદૃીનો શંક્ાસ્પદૃ જથ્થો ક્બજે ર્ક્યો હતો.
જાણવા મળતી માહિતી મુજબ રાજક્ોટના હીરાસર ઇન્ટરન્ોશનલ એરપોર્ટ ખાત્ો બાતમીના આધારે એટીએસના ડીવાયએસપી પરમારની ટીમે ત્ોમજ રાજક્ોટ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ ક્રી રાજક્ોટના રીસીવર વિપ્ાુલ ક્ુંજેરાની ઉપસ્થિતિમા ંએરક્ાર્ગોમાં આવેલા પાર્સલની તપાસ ક્રતા ત્ોમાંથી રૂા.5 ક્રોડની 180 ક્લિો ચાંદૃી મળી આવી હતી. બનારસની સનરાઇઝ ક્ંપની દ્વારા વાયા મુંબઈથી હવાઈ માર્ગ્ો રાજક્ોટ પાર્સલ મોક્લાવ્યું હોવાન્ાું જાણવા મળ્યું હત્ાું. એટીએસ્ો આ બાબત્ો સ્ટેટ જીએસટીન્ો જાણ ક્રી હતી.
ત્ોવી જ રીત્ો જીએસટીની ટીમે શહેરના ગીતા મંદિૃરથી લક્ઝરીબસમાં રાજક્ોટ જઈ રહેલા વ્યકિત પાસ્ોથી 100 ક્લિો ચાંદૃી સાથે એક્ન્ો પક્ડી વધુ તપાસ હાથ ધરી હતી. આમ રાજક્ોટ આ પ્રક્ારણે ચર્ચામાં આવ્યું હત્ાું. ચાંદૃીના જથ્થા અંગ્ોના દૃસ્તાવેજો બાબત્ો જીએસટીએ વધુ તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં ઉછઈં અને ઈૠજઝ પણ જોડાઈ છે. આ મામલો મુખ્યત્વે ૠજઝ-સંબંધિત ઉલ્લંઘનોનો હોવાથી, રાજ્ય ૠજઝ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને તે મુજબ માહિતી આપવામાં આવી હતી. જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, વધુ તપાસ જૠજઝ વિભાગને સોંપવામાં આવી છે.
આ ઘટનાને પગલે રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ચાંદી બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તપાસમાં હવે ૠજઝએ પણ ઝંપલાવ્યું છે અને વેપારીઓની પુછપરછ શરૂ કરી બિલો તપાસવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તપાસના અંતે મોટી ટેક્સ ચોરીનો આંક પણ સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.
સેન્ટ્રલ ઈંઇ, સેન્ટ્રલ ૠજઝ, સ્ટેટ ૠજઝ અને ગુજરાત અઝજની અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં આ આખો મામલો ટેક્સ ચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે આ ઉપરાંત રાજકોટના કુરિયર સંચાલકની હાલમાં પુછપરછ કરવામાં આવી રહી છે કુરિયર મારફત રાજકોટના વેપારીઓ સુધી જોબ વર્ક માટે આ ચાંદીનો જથ્થો પહોંચાડવાનો હતો તેવું પ્રાથમિક પુછપરછમાં સામે આવતા હવે આ તપાસ સ્ટેટ અને સેન્ટ્રલ ૠજઝ દ્વારા ટેક્સ ચોરી મામલે ઊંડાણ પૂર્વક તપાસ પુછપરછ કરવામાં આવી રહી છે.
સેન્ટ્રલ આઈબી તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં કિંમતી ધાતુનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે સેન્ટ્રલ એજન્સીના ઉચ્ચ અધિકારીઓની ટીમે રાજકોટ એરપોર્ટ પર વહેલી સવારથી જ ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી. ફ્લાઈટના લેન્ડિંગ બાદ કાર્ગો વિભાગ અને શંકાસ્પદ પાર્સલોની તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા કારણ કે બોક્સમાંથી મોટી માત્રામાં ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. જેની વર્તમાન બજાર કિંમત 150 કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે.
આ હાઈપ્રોફાઈલ કેસની પ્રાથમિક પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને આ ચાંદીનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસી (કાશી) ખાતે આવેલી ’સનરાઈઝ પેઢી’ના વેપારી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ થઈને ફ્લાઈટ મારફ્તે રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

હવાલા નેટવર્ક કે ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ ?
આટલી મોટી માત્રામાં ચાંદી મોકલવા પાછળનો મુખ્ય હેતુ શું હતો અને તેની પાછળ કોઈ હવાલા નેટવર્ક કે ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ કામ કરી રહ્યું છે કે કેમ તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ચાંદીનો કરોડો રૂપિયાનો જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને સોના-ચાંદીના વેપાર સાથે સંકળાયેલા વેપારીને પહોંચાડવાનો હોવાનું સામે આવતા હાલ રાજકોટના 3 જેટલા વેપારીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. આ કેસની ગંભીરતાને જોતાં હવે ઈન્કમ ટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ પણ જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના વારાણસીની સનરાઈઝ પેઢી અને રાજકોટના વેપારી વચ્ચે અગાઉ આવા કેટલા વ્યવહારો થયા છે, બિલિંગ પ્રોસેસ બરાબર થઇ છે કે કેમ અને આ કિંમતી ધાતુના અસલી માલિકો કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ