એએસએમએસ કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી ૩૦૦ એમએસ સ્ોમિકન્ડકટર પ્રોડકશનમાં ટેકનીકલ મદૃદૃ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પોતાના પાંચ દૃેશોના પ્રવાસના બીજા દિૃવસે નેધરલેન્ડ પહોંચ્યા હતા. ૯ વર્ષ બાદૃ આ યુરોપીય દૃેશની મુલાકાતે ગયેલા વડાપ્રધાન્ો એક એવો મોટો દૃાવ ખેલ્યો છે, જેનાથી ચીનની િંચતામાં જોરદૃાર વધારો થવાનો નક્કી છે. ભારતે ટેકનોલોજીના મામલે સુપરપાવર ગણાતા નેધરલેન્ડ સાથે સેમિકન્ડક્ટર (ચિપ) સેક્ટરમાં એક મોટો અને ઐતિહાસિક કરાર કર્યો છે. હવે ભારત અને નેધરલેન્ડ મળીને ભારતમાં ચિપ મેિંકગના સપનાને નવી પાંખો આપશે.
ભારત લાંબા સમયથી ગ્લોબલ ચિપ મેન્યુફેક્ચિંરગ હબ બનવા માંગે છે. હવે આ સપનું નેધરલેન્ડની સૌથી મોટી ચિપ મેિંકગ કંપની એએસએમએલ સાથે મળીને પૂરું થશે.
આ કંપનીની તાકાતનો અંદૃાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, છજીસ્ન્ દૃુનિયાની એકમાત્ર એવી કંપની છે જે એડવાન્સ ચિપ્સ બનાવવા માટે જરૂરી લિથોગ્રાફી મશીનો બનાવે છે. આ મશીન વગર તાઇવાન કે અમેરિકા જેવા દૃેશો પણ એડવાન્સ ચિપ બનાવી શકતા નથી.
ડચ કંપની એએસએમએલ અને ભારતની ટાટા ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે આ અંગે એમઓયુ સાઇન થયા છે. આ કરાર હેઠળ ટાટા ગ્રુપ ગુજરાતના ધોલેરામાં ચિપ પ્રોડક્શન માટે રૂ. ૯૧,૦૦૦ કરોડનું રોકાણ કરી રહૃાું છે. ટાટા આ પ્લાન્ટ તાઇવાનની ’પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચિંરગ કોર્પોરેશન’ સાથે મળીને લગાવી રહૃાું છે. હવે ડચ કંપની એએસએમએલ આ પ્લાન્ટમાં એડવાન્સ લિથોગ્રાફી કમ્પોનન્ટ્સ પુરા પાડશે. સેમિકન્ડક્ટર બનાવવાની પ્રક્રિયામાં લિથોગ્રાફી સૌથી જટિલ અને ખર્ચાળ કામ ગણાય છે.
એએસએમએલ કંપની ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી ૩૦૦ એમએમ (૧૨ ઇંચ) સેમિકન્ડક્ટર પ્રોડક્શનમાં ટેકનિકલ મદૃદૃ કરશે. અહીં બનનારી ચિપ્સ વૈશ્ર્વિક સ્તરે ઓટોમોબાઈલ, મોબાઈલ ડિવાઈસીસ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ની જરૂરિયાતો પૂરી કરશે. પીએમ મોદૃીના આ પ્રવાસ દૃરમિયાન ભારત-ઇયુ એફટીએ (મુક્ત વ્યાપાર કરાર) વહેલી તકે લાગુ કરવા, ગ્રીન હાઇડ્રોજન, મેરીટાઇમ (સમુદ્રી ક્ષેત્ર), રિન્યુએબલ એનર્જી, ડિજિટલ ટેકનોલોજી, અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં ડચ રોકાણ વધારવા અંગે પણ સકારાત્મક ચર્ચા થઈ છે.
ચીનનું વર્ચસ્વ ઘટશે
હાલમાં વૈશ્ર્વિક ચિપ માર્કેટ પર ચીનનો દૃબદૃબો છે અને તે પોતાની આ મોનોપોલીનો ઉપયોગ અવારનવાર નિકાસ પર પ્રતિબંધ મૂકીને દૃાદૃાગીરી કરવા માટે કરે છે. પરંતુ ભારતની આ એન્ટ્રીથી ચીનના એકાધિકારને સીધો પડકાર મળશે. ભારત જેવા મજબૂત દૃેશના આ સેક્ટરમાં આવવાથી ચીનનું વર્ચસ્વ ઘટશે. અમેરિકા અને ચીન વચ્ચેના તણાવને કારણે દૃુનિયાભરની ટેક કંપનીઓ ચીનના વિકલ્પ તરીકે ભારત તરફ જોઈ રહી છે. આ ડીલ ભારતને ચિપ મેિંકગમાં આત્મનિર્ભર બનાવવાની સાથે એક મોટો નિકાસકાર પણ બનાવશે.
