હોર્મુઝ જળમાર્ગ બંધ થતા સિંગાપોરે ભારત સાથે હજાર વર્ષ જૂની મિત્રતા નિભાવી

ભારતની સિંગાપોરમાં થતી નિકાસ ૧૮૦ ટકા જેટલી વધી

અમેરિકા-ઈરાન વિવાદૃના કારણે ઘણા સમયથી હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ બંધ જેવી સ્થિતિમાં છે, આ માર્ગમાંથી તમામ સપ્લાય બંધ થઈ ગઈ છે, જેની અસર ભારત પર પણ પડી રહી છે. હવે હોર્મુઝ બંધ હોવા છતાં એક હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રએ ભારત સાથે મિત્રતા નિભાવી છે, જેના કારણે નિકાસમાં ૧૮૦ ટકાનો વધારો થયો છે.
રિપોર્ટ મુજબ, હોર્મુઝ વિવાદૃ બાદૃ ભારતે એક્ટીવ મોડમાં આવી નિકાસ માર્ગ બદૃલવાના તમામ પ્રયાસો શરૂ કરી દૃીધા છે. આ જ કારણે એપ્રિલ-૨૦૨૬માં સંયુક્ત આરબ અમીરાતને પાછળ છોડી િંસગાપુર ભારત પાસેથી વધુમાં વધુ માલ ખરીદૃી રહૃાો છે, જેના કારણે િંસગાપુર ભારત માટે બીજા નંબરનું સૌથી મોટું નિકાસ બજાર બની ગયું છે. અગાઉ અમેરિકા બાદૃ યુએઈ માટે ભારત સૌથી મોટું નિકાસ બજાર હતું, જોકે હવે િંસગાપુરે યુએઈનું સ્થાન લઈ લીધું છે.
એપ્રિલ-૨૦૨૫માં ભારતે િંસગાપુરમાં ૧.૧૪ અબજ ડૉલરની નિકાસ કરી હતી, જોકે હોર્મુઝ વિવાદૃ બાદૃ એપ્રિલ-૨૦૨૬માં િંસગાપુરમાં ભારતીય પ્રોડક્ટની માંગમાં અદૃમ્ય વધારો થયો છે, જેના કારણે ભારતની િંસગાપુરમાં નિકાસ ૧૮૦ ટકા વધીને ૩.૨૦ બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે.
બીજીતરફ ભારતે ગત વર્ષે યુએઈમાં ૩.૪૬ અબજ ડૉલરની નિકાસ કરી હતી, જોકે આ વર્ષે તેમાં ૩૬ ટકાનો ઘટાડો થયો છે. એટલે કે ભારતે આ વર્ષે માત્ર ૨.૧૮ બિલિયન ડૉલરની નિકાસ કરી છે. યુએઈ માટે ભારત ઘણા વર્ષોથી બીજા નંબરનો નિકાસકાર દૃેશ હતો, જોકે હવે યુએઈની જગ્યા િંસગાપુરે લઈ લીધી છે.
નિકાસની સાથે જો આયાતના આંકડા પર નજર કરીએ તો, એપ્રિલમાં ભારતે ઓમાન પાસેથી ત્રણ ઘણી આયાત કરી છે. જ્યારે કતર પાસેથી ખરીદૃી ૪૭ ટકા ઘટી ગઈ છે. તો સાઉદૃી અરેબિયા પાસેથી ભારતની આયાત ફરી ઝડપી વધી ગઈ છે. ભારત દ્વારા આયાત-નિકાસમાં કરાયેલા ફેરફારથી સ્પષ્ટ છે કે, ભારત હેવ માત્ર પરંપરાગત ખાડી માર્ગ પર નિર્ભર રહેવા માંગતો નથી. અમેરિકા-ઈરાન યુદ્ધ બાદૃ કંપનીઓ હવે સપ્લાય ચેન સુરક્ષિત રાખવા માર્ગ તરફ વળી રહૃાા છે.

રિલેટેડ ન્યૂઝ