વડાપ્રધાને ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડનો મંત્ર આપ્યો હતો
ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે નવનિર્મિત ‘ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદૃેશ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્માની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ધરાવતો દૃેશ:ગોયલ
ક્રિકેટમાં આઇપીએલની જેમ ડિઝાઇન ક્ષેત્રે પણ પ્રતિભાઓન્ો આર્થિક-વ્યાવસાયિક પ્લેટફોર્મ પુરૂ પાડવા એનઆઇડીમાં નવો વિભાગ શરૂ કરવા સ્ાૂચન આપ્યું
નવનિર્મિત ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદૃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એનઆઇડીની સમગ્ર ટીમ, પ્રોફેસર્સ તથા દૃેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, એનઆઇડીએ રચનાત્મકતા, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને એક તાંતણે બાંધતી દૃેશની અગ્રણી સંસ્થા છે.
ક્રિકેટના ક્ષેત્રનું ઉદૃાહરણ આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહૃાું કે, “ભૂતકાળમાં સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓને પણ ટેસ્ટ મેચ દૃીઠ ખૂબ ઓછું વળતર મળતું, જેના કારણે માતા-પિતા બાળકોને ક્રિકેટ રમતા રોકતા હતા. પરંતુ આઇપીએલ આવ્યા પછી ક્રિકેટ એક શાનદૃાર કરિયર બની ગયું છે. એનઆઇડી અને ડિઝાઇન ક્ષેત્રે પણ આ જ પ્રકારના વ્યાવસાયિક ક્ષમતાને સંપૂર્ણ બહાર લાવવાની જરૂર છે.” દૃેશના પ્રતિભાવંત ડિઝાઇનર્સને યોગ્ય પ્લેટફોર્મ અને વળતર મળવું જ જોઈએ જેથી મધ્યમ વર્ગના યુવાનો પણ આ ક્ષેત્રને કરિયર તરીકે સ્વીકારવામાં ખચકાય નહીં.
ગૃહમંત્રીએ જણાવ્યું કે, આપણા દૃેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. તેમણે એનઆઇડી મેનેજમેન્ટને સૂચન કર્યું કે, સંસ્થામાં ડિઝાઇનર્સની સાથે સાથે તેમના કામનું વ્યાવસાયિકીકરણ કરી શકે તેવા નિષ્ણાતોનું એક અલગ વિભાગ શરૂ કરવો જોઈએ, જેને લીધે વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, એકવીસમી સદૃીમાં ક્રિએટીવિટી, ઈનોવેશન અને ડિઝાઇનથી જ રાષ્ટ્ર વૈશ્ર્વિક પ્રતિસ્પર્ધામાં આગળ વઘી શકે છે. આ પ્રસંગે તેમણે કહૃાું કે, દ્ગૈંડ્ઢ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદૃીની દૃૂરંદૃેશિતાથી ભારતની સર્જનાત્મકતાનું જીવંત પ્રતીક બની છે. વડાપ્રધાનના વિઝનથી હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહિ, પરંતુ ‘મેક ઇન ઇન્ડિયા, ‘આત્મનિર્ભર ભારત અને ‘વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા, ડિઝાઇન ફોર ધ વર્લ્ડનો મંત્ર આપ્યો હતો, તે અનુસાર તેમણે ભારતને દૃુનિયાનું ડિઝાઇન હબ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે તેનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના માર્ગદૃર્શનમાં ભારત આજે આત્મવિશ્ર્વાસ સાથે વિશ્ર્વગુરુ બનવા તરફ આગળ વધી રહૃાું છે. દૃેશના સર્વાંગી વિકાસ માટે ઈનોવેશન, ડિઝાઇન થીિંંકગ અને આંત્રપ્રિન્યોરશિપ એ ’વિકસિત ભારત ૨૦૪૭’ ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેના મુખ્ય સ્તંભો છે.
